આર્મી જવાનો માટે શાહરૂખની સેલ્યુટ સેલ્ફી 

નવી દિલ્હી: બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાને ટ્વિટર પર સેલ્યુટ સેલ્ફી પોસ્ટ કરી છે જેની નીચે લખ્યું છે કે આ સેલ્ફી તે આર્મી જવાનો માટે છે જેઓ પોતાના જીવનને જોખમમાં મુકીને આપણા દેશની તેમજ અમારા પરિવારની રક્ષા કરે છે. સ્વતંત્રતા દિવસ પહેલાં શાહરૂખે આ તસવીર અપલોડ કરીને જવાનોના સાહસ અને બલિદાનને સલામ કરી છે. 

તમને જણાવીએ કે હાલ શાહરૂખ ખાન રોહિત શેટ્ટીની દિલવાલે ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં કાજોલ, વરુણ ધવન, કૃતિ સેનન, બોમન ઇરાની અને વિનોદ ખન્ના પણ છે. આ ફિલ્મ 18મી ડિસેમ્બરે રિલીઝ થશે. 

આ ફિલ્મ સિવાય શાહરૂખ રઇસ ફિલ્મમાં પણ જોવા મળશે. રઇસ ફિલ્મમાં શાહરૂખ ખાન દારૂની તસ્કરીમાં સંડોવાયેલો જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે ઇદના દિવસે રિલીઝ થશે. શાહરૂખની ફેન ફિલ્મની પણ દર્શકો ખુબ જ ઉત્સાહપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. 

You might also like