આર્થિક વિકાસ માટે ખર્ચમાં વધારો કરાશે

નવી દિલ્હીઃ દેશનો આર્થિક વિકાસ વધે તે માટે સરકાર ખર્ચ વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા રસ્તા, રેલવે માટે વધારાનો ખર્ચ કરવા ફંડ વધારવા ઉપર ભાર મૂકી રહી છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે દેશની ઇકોનોમીમાં રિકવરીના સંકેતો જોવા મળી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે બેન્કોને વધુ નાણાં પૂરાં પાડવામાં આવે તો કેટલાક અટવાયેલા પ્રોજેક્ટ પર કામ શરૂ થઇ શકે. એટલું જ નહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો કરવામાં આવે તો દેશમાં આઠ ટકાનો ગ્રોથ રેટ જોવાઇ શકે છે. નાણાપ્રધાને જીએસેટીને ટેકો આપવા વિરોધ પક્ષને અપીલ કરી છે. તેમણે કહ્યું કે ખાનગી સેક્ટર દ્વારા રોકાણમાં સુસ્તી જોવા મળી રહી છે, જેના કારણે દેશમાં સરકારી ખર્ચ વધારવો પડશે. ચીનમાં સુસ્તી જોવાઇ રહી છે ત્યારે આ તકનો ફાયદો ભારતે ઉઠાવવો જોઇએ.
You might also like