આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે

મુંબઇઃ રિટેલમાં મોંઘવારીનો દર નીચો આવ્યો છે. ઓગસ્ટમાં આ મોંઘવારીનો આંક વધુ ઘટવાની આશંકા છે. અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ એવી આશા વ્યક્ત કરી છે કે ભારતીય રિઝર્વ બેન્ક આગામી સપ્ટેમ્બરની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં નીતિગત વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ, ડીસીબી અને એસબીઆઇના જણાવ્યા અનુસાર મોંઘવારીના આંકમાં ઘટાડાનું પ્રેશર પાછલા વર્ષની સરખામણીએ ઘણું ઊંચું છે. રિટેલ મોંઘવારી રિઝર્વ બેન્કના જાન્યુઆરી ૨૦૧૬ સુધીના છ ટકાના લક્ષ્યાંકની રેન્જમાં છે. શાકભાજી, ફળફળાદિ અને અનાજની કિંમતોમાં જોવા મળેલા ઘટાડાની અસરે રિટેલ મોંઘવારીનો આંક નીચે આવ્યો છે. મોંઘવારીમાં જોવા મળેલા ઘટાડાની અસરે ફરી એક વાર નીતિગત વ્યાજના દરમાં ઘટાડાે થવાની શક્યતા તેજ બની છે.
You might also like