આમિરના જીવનનું ગુજરાતી થીયેટર કનેક્શન 

બોલીવુડની ખાન ત્રીપુટીના આમીર ખાનને કોણ નહિ જાણતું હોય? બધાને એ પણ ખબર હશે કે આમીરે બોલીવુડમાં હોમ પ્રોડક્શન ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી પર્દાપણ કર્યું હતું. પરંતુ કેટલાને ખબર હશે કે આમીરે પોતાની કેરિયરની શરૂઆત ગુજરાતી થીયેટરની દુનિયાથી કરી હતી. બોલો ચોકી ગયાને !!! બિલકુલ સાચી વાત છે. આમીર જયારે કોલેજમાં હતો ત્યારથી તેને અભિનયમાં રસ હતો અને તેને કારણે તે ગુજરાતી થીયેટરની દુનિયાના સંપર્કમાં આવ્યો હતો. 

વાત જાણે એમ છે કે પોતાની ફિલ્મ ‘પીકે’ ના પ્રચાર દરમિયાન આમીર ખાને આ વાત કબૂલી હતી કે તેણે તેની કેરિયરની શરૂઆત ગુજરાતી થીયેટર અને નાટકોથી કરી હતી. જો કે તે દરમિયાન તે બેક સ્ટેજ આર્ટિસ્ટ હતો. કારણ કે ગુજરાતી ભાષા તેને બહુ આવડતી ન હતી. આમીરે વધુમાં કહ્યું હતું કે તે મહેન્દ્ર જોશીના દિગ્દર્શન હેઠળ કામ કરી રહેલ અવંતાર થીયેટર ગ્રુપ સાથે તે કામ કરતો હતો. આમીરે લગભગ દોઢ વર્ષ સુધી આ રીતે કામગીરી કરી હતી અને ત્યાર બાદ ફિલ્મોમાં આવ્યો હતો. આમીર સંઘર્ષકાળમાં કલાકારોના કપડાને ઈસ્ત્રીથી માંડીને પ્રોપ્સ અરેંજ કરવા, ચા-પાણીની વ્યવસ્થા કરવી વગેરે કામો કર્યા હતા. પરેશ રાવલના પ્રખ્યાત નાટક ‘ખેલીયા’ વખતે આમીર તે ગ્રુપ સાથે જોડાયેલો હતો. 

આમીરે અભિનય માટે પ્રયત્નો તો ખુબ કાર્ય હતા પરંતુ ભાષા ખબર પડતી ન હોવાથી તેનો મેળ પડતો નહતો. આમીર મુંબઈની એન.એમ કોલેજમાં હતો. જ્યાં તે એકવાર એક હિન્દી નાટકના ઓડિશન માટે ગયો હતો પરંતુ રીજેક્ટ થઇ ગયો અને બસ અહીંથી તે ગુજરાતી થીયેટર બાજુ વળ્યો હતો કારણ કે તે દરમિયાન જ તેણે એક ગુજરાતી નાટકની નોટીસ વાચી હતી જેમાં તેઓને કોરસ ગીત માટે છોકરાઓની જરૂર હતી. 

આમીરને લાગ્યું અહી મને વાંધો નહિ આવે કારણ કે કોરસમાં મને ગુજરાતી બરાબર નથી આવડતું તે ખબર નહિ પડે. અને આ રીતે આમીરે કોરસમાં ગાયુ પણ હતું. આમ આ રીતે આમીરની કેરિયર ગુજરાતી નાટકો સાથે શરુ થઇ હતી જો કે પછી તો આમીરે પાછુ વાળીને જોયું જ નથી અને અત્યારે બોલીવુડની બોક્સ ઓફીસ પર ટંકશાળ પાડતી ખાન ત્રીપુટીમાં શામેલ છે. 

 

 

 

 

 

You might also like