આફ્રિકા સામેની ટી20 મેચની ટીકીટ પર દાલમિયાનો ફોટો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાનારી ટી20 મેચની ટિકીટ પર દિવંગત જગમોહન દાલમિયાનો ફોટો છાપી તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. આ અંગેની બંગાળ ક્રિકેટ એસોસિયશે જાહેરાત કરી હતી. કેબના સંયુક્ત સચિવ સુબીર ગાંગૂલીએ જણાવ્યું હતું કે બોર્ડ આ વખતે ભારત-આફ્રિકા શ્રેણીની તમામ મેચ માટે એકસરખી ટિકીટ ઇચ્છતું હતું, પરંતુ દાલમિયાના નિધન બાદ તેઓને શ્રધ્ધાંજલિ આપવા માટે બંગાળ ક્રિકેટ એસોસિયશન બોર્ડે ટી20 મેચમાં તેમનો ફોટો છાપવા અંગેનો નિર્ણય લીધો છે. બંગાળ ક્રિકેટ એસોસિયશન બોર્ડના અધ્યક્ષ બનવા જઇ રહેલા સૌરવ ગાંગૂલીએ કર્ણાટક સામેની રણજી ટ્રોફીની મેચ માટે બંગાળની સિનીયર ટીમની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

You might also like