આફ્રિકા સામેની ટી-20, વનડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 અને વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુરે પસંદગીકારની બેઠક બાદ ટીમની જાહેરાત કરી. ટી-20 અને વન ડે શ્રેણી માટે મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વવાળી ટીમનું એલાન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ વાર ટી-20 ટીમમાં એસ. અરવિંદનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે વન ડે ટીમમાં પંજાબના ગુરકીરતમાનનો સમાવેશ થયો છે. 
વન ડે ટીમ : શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની (કપ્તાન), અંબાતી રાયડુ, અજિંકય રહાણે, સ્ટુઅર્ટ બિન્ની, આર. અશ્વિન, અક્ષર પટેલ, ગુરકીરત માન, અમિત મિશ્રા, મોહિત શર્મા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમારટી-20 ટીમ : મહેન્દ્રસિંહ ધોની (કપ્તાન), શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, આર. અશ્વિન, અક્ષર પટેલ, હરભજન સિંહ, ભુવનેશ્વરકુમાર, મોહિત શર્મા, સ્ટુઅર્ટ બિન્ની, અમિત મિશ્રા, એસ. અરવિંદ
 
You might also like