આપણાં જીવનમાં ધર્મનું મહત્વ

મનુષ્યને અન્ય પ્રાણી કે જીવથી જુદી પાડનારી કોઇ વસ્તુ હોય તો તે છે ધર્મ. સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર વસ્તુઓ પશુ તથા મનુષ્યમાં એક સમાન છે ધર્મ જ મનુષ્યની ખાસ વિશેષતા છે. ધર્મહીન મનુષ્ય તો પશુ જેવી છે. માનવ જીવન એટલા માટે દુર્લભ ગણાય છે કે જો મનુષ્ય ધારે તો ધાર્મિક જીવન જીવીને ભય અને આક્રમકતાની વૃત્તિથી સંપૂર્ણ છુટકારો મેળવી શકે છે. ધર્મ મનુષ્યને નિર્ભય તથા અહિંસક બનાવે છે. ધર્મિષ્ઠ વ્ય‌િક્ત તરફથી જીવ માત્ર ને અભય વચન મળે છે.

ધાર્મિક જીવન વડે જો મનુષ્ય નિર્ભિય બની શકે તો તેના જીવનમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, સહકાર અને પરોપકાર જેવા સદ્ગુણ અવશ્ય પ્રગટે છે. આમ ધર્મ એ મનુષ્ય જીવનનું સૌથી વધારે અગત્યનું અને પ્રભાવશાળી પાસું છે. કોઇ પણ સંપ્રદાય એ ધર્મ નથી. સંપ્રદાય ધર્મનો માર્ગ માત્ર છે. મનુષ્યનો કાયમી સાથી ધર્મ છે. મનુષ્યનો આદ્યાત્મિક વિકાસ જેટલો વધારે તેટલી તેની ધાર્મિક ભાવના વધુ હોય છે. માણસને સાચા અર્થમાં માણસ બનાવનારું મુખ્ય બળ ધર્મ જ છે. અર્થાત્ માનવીએ મનુષ્ય તરીકે જીવવું હોય તો તેને માટે ધર્મ અનિવાર્ય અંગ છે.

મનુ સ્મૃતિ કહે છે કે જે મનુષ્ય ધર્મનું રક્ષણ કરે છે. જેવી રીતે મનુષ્યના વ્ય‌િક્તગત જીવનમાં ધર્મનું ખાસ મહત્વ છે. તેવી જ રીતે સામાજિક જીવનમાં પણ ધર્મનો ફાળો અજોડ છે. ધર્મ મનુષ્યનો આધારસ્તંભ છે. ધર્મ દ્વરા જ એક સામાન્ય માનવી ઇશ્વર તુલ્ય બની શકે છે. જેવી રીતે  નહુષ નામનો રાજા પુષ્કળ ધાર્મિક હોવાથી સાક્ષાત ઇન્દ્રની પદવી પામ્યો હતો. દૈવી તત્ત્વ ઇશ્વર કે પરમાત્માની આરાધના કરવી. એ ધાર્મિક જીવનનું હાર્દ છે. આપણા સમાજમાં મંદિરનું ‌સ્થાન ખૂબ મહત્વનું છે. મંદિરથી ધાર્મિક જીવન જીવવવાની સરળતા રહે છે. જ્ઞાની મનુષ્યોની દૃ‌િષ્ટએ સદાચાર એ જ ધર્મ છે. પરિપૂર્ણ ધાર્મિક જીવનનમાં જ્ઞાન, ભ‌િક્ત અને નીતિ વડે વૈરાવ્યનું સ્થાન અનિવાર્ય ગણાય છે. પોતાનાં કરતાં ચડિયાતાં એવાં કોઇ દૈવી તત્ત્વરી આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે.

પરમાત્મા, જીવ અને જગતના આ ત્રણેય તત્ત્વોનું સ્વરૂપ અને તેમના એકબીજા સાથેના સંબંધ અંગેની તાત્ત્વિક  માન્યતા એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાન છે. કોઇપણ વ્યક્તિના ધાર્મિક જીવનનમાં શ્રદ્ધાનું જે મહત્વર્પૂણ સ્થાન છે. તે ધર્મના જ્ઞાનાત્મક પાસાંને આભારી છે.ધાર્મિક વ્યક્તિ ખૂબ પ્રેમાળ અને સજ્જન હોય છે. તેના હૃદયમાં દરેક જીવન પ્રત્યે અપાર અનુકંપા હોય છે. તે કોઇ જીવનું અહિત થતંું જોઇ શકતો નથી. ધર્મ વડે મનુષ્ય ઉત્તમ કક્ષાના ભવ ભવાંતર પામી શકે છે. જે મનુષ્ય આ જીવનમાં નીતિથી રહેતો હોય તેનાં અનેક જન્મ સુધરી જાય છે.

You might also like