આનંદી અકળાયા : કોઇને નથી થઇ રહ્યો અન્યાય આ બધુ બંધ કરો

અમદાવાદ : સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં સાઠવાવ ખાતે યોજાયેલા દેશી પશુસંવર્ધન વિકાસ કેન્દ્રનાં લોકાર્પણ સમારંભમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ પ્રસંગે તેમણે આપેલા ભાષણમાં પણ પટેલો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો મુદ્દો જ મુખ્ય રહ્યો હતો. તેમણે આક્રોશિત થઇને કહ્યું હતું કે બહું થયું હવે આ બધુ બંધ કરી દેવું જોઇએ.

જે થઇ રહ્યું છે તે બંધ કરો. કાયદો કાયદાનું કામ કરશે. રાજ્યમાં હાલ કોઇને પણ અન્યાય નથી થઇ રહ્યો. તેમ છતા પણ જો લોકોને ટ્રેનિંગ, સુવિધા અને નોકરીની જરૂર હશે તેને સરકાર દ્વારા વસ્તું અને વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. 

માંડવીનાં સઠવાન ગામે દેશઈ પશુસંવર્ધન કેન્દ્રનું આનંદી બહેન પટેલનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તો સવારે ચાલુ થવાનો હતો પરંતુ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે આ કાર્યક્રમ મોડો ચાલુ કરવામાં આવ્યો હતો. 

You might also like