આનંદીબહેન રાજકોટની વન ડે જોવા જશે

રાજકોટઃ ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અહીં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમમાં ૧૮ ઓક્ટોબરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ત્રીજી વન ડે મેચ જોવા આવશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને મહાત્મા ગાંધી-નેલ્સન મન્ડેલા ફ્રીડમ ટ્રોફીની ત્રીજી વન ડેની યજમાની સોંપવામાં આવી છે. એસસીએના મીડિયા મેનેજર હિમાંશુ શાહે કહ્યું, ”એસસીએના માનદ્ સચિવ નિરંજન શાહ ગત સપ્તાહે મુખ્યપ્રધાન આનંદીબહેનને ગાંધીનગર ખાતે મળ્યા હતા અને તેમણે મુખ્યપ્રધાનને મેચ જોવાનું આમંત્રણ આપ્યું હતું. એસસીએના બધા સભ્યો અને અધિકારીઓ માટે ખુશીની વાત છે કે મુખ્યપ્રધાન મેચ દરમિયાન અને પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન હાજર રહેશે.
 
You might also like