આતંકવાદી હુમલા બાદ BCCIની PCBને ચેતવણી

નવી દિલ્હી : સોમવારે પંજાબનાં ગુરૂદાસપુરમાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને ચેતવણી આપી છે કે ભારતીય સુરક્ષા સમજુતી કરીને કોઇ ક્રિકેટ સીરીઝ રમશે નહી. બીસીસીઆઇ સેક્રેટરી અનુરાગ ઠાકુરે એક સમાચાર પત્રને જણાવ્યું કે પાકિસ્તાનને ખબર હોવી જોઇએ કે અમારા દેશની સુરક્ષા કે શાંતિને જો કોઇ પણ અસર થશે તો આપણે કોઇ પણ રમત સાથે નહી રમી શકીએ. હું જાણું છુ કે રમત આખી અલગ જ વસ્તું છે પરંતુ આપણાં દેશની આંતરિક સુરક્ષા સૌથી જરૂરી છે. 

આઇસીસીએ ફ્યૂચર ટૂર પ્રોગ્રામ અનુસાર ભારતને પાકિસ્તાનની સામે બે ટેસ્ટ અને પાંચ વન ડેની સીરીઝ રમવાની હતી. જેનું આયોજન યુએઇમાં થઇ શકે છે પરંતુ સોમવારે થયેલા આતંકવાદી હૂમલા બાદ તેની સંભાવના ઘણી ઓછી થઇ ચુકી છે. 

બીસીસીઆઇ સ્પષ્ટ કરી ચુકી છે કે તેઓ પાકિસ્તાન વિરુદ્ધ ક્રિકેટ મેચ રમવા મુદ્દે સ્પષ્ટ છે પરંતુ તેનાં માટે શાંતિપુર્ણ વાતાવરણ ખુબ જ જરૂરી છે. અનુરાગે જણાવ્યું કે બંન્ને બોર્ડ વચ્ચે અમુક મુદ્દાઓ છે. મેચ રમતા પહેલા બંન્ને વચ્ચે આ તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા હોવી જોઇએ. બારબડોસમાં આઇસીસીની મીટિંગ દરમિયાન બંન્ને બોર્ડવચ્ચે બધા જ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ 2007માં રમાઇ હતી. 

You might also like