આતંકવાદીઓ અને પોલસ વચ્ચે ધર્ષણ : સબ ઇન્સપેક્ટર શહીદ

જમ્મૂ : બાંદીપુરા જિલ્લામાં આતંકવાદીઓ તથા પોલીસ દળમાં આજે થયેલા ફાયરિંગ દરમિયાન એક સબ ઇન્સપેક્ટર અલ્તાફ અહેમદ શહીદ થઇ ગયા હતા. પોલીસને બાતમી મળી હતી કે બાંદીપોરા વિસ્તારમાં ઉધમપુર આતંકવાદી હૂમલાનો આરોપી લશ્કર કમાન્ડર અબૂ કાસિમ પોતાનાં સહયોગીઓ સાથે રોકાયો છે.

 

(શહીદ જવાનને પુષ્પાંજલી આપવા માટે આવેલા મુખ્યમંત્રી સઇદ જ્યારે પુર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા)

પોલીસે આ વિસ્તારની ધેરબંદી ચાલુ કરી હતી કે આતંકવાદીઓને પોલીસની યોજના અંગે માહિતી મળી ગઇ હતી. આતંકવાદીઓએ પોલીસ પર ફાયરિંગ ચાલુ કર્યું હતું. પોલીસે પણ જવાબી ફાયરિંગ કર્યું હતું. જો કે આ ફાયરિંગમાં સબ ઇન્સપેક્ટર અલ્તાફ અહેમદ શહીદ થઇ ગયા હતા. એક પોલીસ કર્મચારી ઘાયલ થઇ ગયો હતો. લાંબા સમય સુધી બંન્ને તરફથી ફાયરિંગ થતુ રહ્યું હતું. પરંતુ લશ્કર કમાન્ડર અબૂ કાસિમ પોલીસ દળને હાથતાળી આપીને ભાગવામાં સફળ રહ્યો હતો. 

(આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે લાંબો સમય ફાયરિંગ ચાલ્યું હતું.)

આતંકવાદીઓ સાથે થયેલા ધર્ષણમાં શહીદ થયેલ સબ ઇન્સપેક્ટર અલ્તાફ અહેમદને રાજકીય સન્માન આપવામાં આવ્યું છે. આઇજીપી એસજેએમ ગિલાનીએ કહ્યું કે અલ્તાફે આતંકવાદ વિરોધી મોર્ચા પર જબરદસ્ત કામ કર્યું, અલ્તાફ સારા અધિકારીઓ પૈકી એક હતો. આ અમાર માટે એક મોટુ નુકસાન છે. જમ્મુ કાશ્મીરનાં મુખ્ય મંત્રી મુફ્તી મોહમ્મદ સઇદ તથા પુર્વ મુખ્યમંત્રી ઓમર અબદુલ્લાએ પણ શહીદ અલ્તાફનો પુષ્પાંજલી આપી હતી. 

You might also like