પાકિસ્તાનની ફાઇનલમાં મોટી જીત, ભારતને 180 રનથી હરાવ્યું

લંડન: ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને મોટી હાર આપી પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફી પર પોતાનો કબજો કર્યો છે. આ સાથે જ ભારતનું ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું સપનું પણ રગદોળાઇ ગ્યું છે. પાકિસ્તાને ભારતને જીતવા માટે 339 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 30.3 ઓવરમાં 180 રને જ ઓલ આઉટ થઇ ગઇ.

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 338 રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાને જીતવા માટે 339 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાન તરફથી ફખર જમાંએ 114 અને મોહમ્મદ હાફિઝે 57 રન ફટકાર્યા હતા.

પાકિસ્તાનને પહેલો ઝટકો, અઝહર અલી 59 રન બનાવી આઉટ,
પાકિસ્તાનને બીજો ઝટકો, ફખર 114 રન બનાવી આઉટ,
પાકિસ્તાનને ત્રીજો ઝટકો, માલિક 12 રન બનાવી આઉટ,
પાકિસ્તાનને ચોથો ઝટકો, આઝમ 46 રન બનાવી આઉટ

ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાનની ટક્કર. ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી પાકિસ્તાનને બેટીંગ સોંપી હતી.

ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ બાદ આઇસીસીની કોઇ ટુનામેન્ટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજા સામે ટકરાઈ રહી છે. આ અગાઉ 2007માં ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાયા હતા, જેમાં ભારતનો પાંચ રને વિજય થયો હતો. ભારતીય ટીમ પ્રથમવાર ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી. 10 વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાઇ રહ્યા છે. આઈસીસી ટૂર્નામેન્ટ હિસ્ટ્રી (ટી-20 અને વન-ડે) માં બંને ટીમો 15 વખત ટકરાઈ છે. જેમાં 13 વખત ભારત અને 2 વખત પાકિસ્તાનનો વિજય થયો છે.

LIVE
ભારત ટીમરોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), યુવરાજ સિંહ, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, એમએસ ધોની (વિકી), રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ

પાકિસ્તાન ટીમ

પાકિસ્તાન: અઝહર અલી, ફખર જમન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ (કેપ્ટન), ફહીમ અશરફ, ઇમાદ વસીમ, હસન અલી, જૂનૈદ ખાન, મોહમ્મદ આમિર

You might also like