આજે થઇ શકે છે NDAમાં સીટ વહેંચણી જાહેરાત, માંઝીએ કહ્યું નારાજ નથી

નવી દિલ્હી: બિહારની ચૂંટણીને લઇને એનડીએમાં સીટ વહેંચણીને લઇને હજુ સુધી માથાકૂટ ચાલી રહી છે. ઓછી સીટો આપવાના લીધે નારાજગી વ્યક્ત કરી ચૂકેલા જીતન રામ માંઝીની રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત થવાની છે. આ પહેલાં બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત બદ માંઝીના સુર નરમ પડી ગયા છે. જીતન રામ માંઝીએ કહ્યું હતું કે તે નારાજ નથી.   

રવિવારે સવારે ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત બાદ બહાર નિકળતી વખતે જીતન રામ માંઝીએ કહ્યું કે તે નારાજ નથી અને મીડીયા વાતનું વતેસર કરી રહી છે. જીતન રામ માંઝીએ કહ્યું કે ‘મેં 5 સીટો માંગી છે 20 નહી.’

અત્રે ઉલ્લેખનીય છે કે જીતન રામ માંઝીની નારાજગીના લીધે જ શનિવારે સીટ વહેંચણી પર એનડીએ ઔપચારિક જાહેરાત ટાળી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે જીતન રામ માંજીની પાર્ટીને 15 સીટો આપી છે, જેમાંથી 5 તે પોતાના કોટામાંથી આપશે. ભાજપ 162 સીટો પર લડશે, જ્યારે પાસવાનને 41 41 અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને 25 સીટો આપી છે. 

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રવિવારે જીતન રામ માંજી સાથે મુલાકાત બાદ અમિત શાહ સીટ વહેંચણીની ઔપચારિક જાહેરાત કરી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ રવિવારે મૈસૂરની મુલાકાતે જવાના હતા, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે જીતન રામ માંજી સાથે અટકેલી વાતચીતના લીધે તેમનો પોતાનો પ્રવાસ રદ કર્યો હતો. જીતન રામ માંજી અને અમિત શાહ વચ્ચે સવારે ફોન પર વાતચીત થઇ હતી. 

નારાજ જીતન રામ માંજીએ રવિવારે બિહાર ભવનમાં ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત બાદ રાધા મોહન સિંહ સાથે તેમના ઘરે જઇને મુલાકાત કરી. બિહાર ભવનમાં હિન્દુસ્તાન આવારમ મોરચાના કોર ગ્રુપની બેઠક પણ થઇ હતી, જેની અધ્યક્ષતા જીતન રામ માંજીએ કરી હતી. 

જો કે આ બધાની વચ્ચે જીતન રામ માંજીના જમાઇ દેવેન્દ્ર માંજીએ કહ્યું કે તેમની પાર્ટી માટે એકલા ચૂંટણી લડવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઘરે પણ અનંત કુમાર, ધમેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવની બેઠક થઇ હતી, જેમાં બિહારમાં સીટોના સમીકરણને લઇને ચર્ચા થઇ હતી. 

બીજી તરફ મધેપુરાથી સાંસદ પપ્પૂ યાદવે ભાજપ પર જીતન રામ માંજીની છબિ ખરાબ કર્યાનો આરોપ લગાવ્યો છે. પપ્પૂ યાદવે કહ્યું હતું કે ‘કેટલાક લોકો જીતન રામ માંજીની છબિ ખરાબ કરી રહ્યાં છે. ભાજપે જીતન રામ માંજીનો ખ્યાલ રાખવો જોઇએ. જીતન રામ માંજીના અપમાનથી ખોટો સંદેશો પહોંચી શકે છે. પીએમ અને અમિત શાહને સ્વતંત્ર થઇને નિર્ણય લેવો જોઇએ. 

આ દરમિયાન ચૂંટણી પહેલાં એલજેપીમાં પણ બગાવતના સૂર ઉઠવા લાગ્યા છે. રામવિલાસ પાસવાસ અને ચિરાગ પાસવાનથી નારાજ સાંસદ રામા સિંહે પાર્ટી છોડવાની ધમકી આપી હતી. વૈશાલી સાથી સાંસદ સિંહે કહ્યું હતું કે ‘પાર્ટીમાં લોકતંત્ર રહ્યું નથી. સાંસદોની વાત સાંભળવામાં આવતી નથી.’

 

 

You might also like