આજે આમલા નહીં રમેઃ મોર્કલને વિઝા જ નથી મળ્યા

નવી દિલ્હીઃ યુવાન અને અનુભવી ખેલાડીઓથી સજ્જ દક્ષિણ આફ્રિકાની મજબૂત ટીમ ૭૨ દિવસના પ્રવાસની શરૂઆત આજથી પાલમ સ્થિત વાયુસેનાના મેદાન પર ભારત-એ ટીમ સામે ટી-૨૦ પ્રેક્ટિસ મેચથી કરવાની છે.  દ. આફ્રિકાનાે ટેસ્ટ કેપ્ટન હાશિમ આમલા આજની પ્રેક્ટિસ મેચમાં ભાગ નહીં લે. આફ્રિકાના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું, ”પારિવારિક કારણસર તે બુધવારથી ટીમ સાથે જોડાઈ જશે. આ જ કારણે તે આજની પ્રેક્ટિસ મેચમાં ભાગ લેવાનો નથી.” 

જ્યારે એલ્બી મોર્કલને હજુ સુધી ભારતના વિઝા મળ્યા નથી, કારણ કે અંતિમ સમયમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આપ્રિકાની ટીમે વાયુસેનાના મેદાન પર ગઈ કાલે લગભગ અઢી કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી. ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વવાળી મહેમાન ટીમ માટે આ મેચ ભારતીય પરિસ્થિતિને અનુકૂળ થવા માટે મહત્ત્વપૂર્ણ છે. મહેમાન ટીમમાં પ્લેસિસ ઉપરાંત એબી ડિવિલિયર્સ, ઇમરાન તાહિર, ડુમિની જેવા દમદાર ખેલાડી સામેલ છે. ડેવિડ મિલર અને ક્વિન્ટન ડી કોકના રૂપમાં તેમની પાસે ટી-૨૦ના ખાસ નિષ્ણાત બેટ્સમેન પણ છે. બોલિંગ આક્રમણ પણ ઘણું જ મજબૂત છે.

 

 

You might also like