આજીવન કેદ ૧૪ વર્ષની સજા નથી પણ જીવનભર જેલમાં રહેવાની છેઃ સુપ્રીમ કાેર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કાેર્ટે જણાવ્યું છે કે આજીવન કેદની સજાનાે અર્થ ૧૪ વર્ષની કેદ જ નથી. આ સજા પૂરી જિંદગી જેલમાં ગુજારવાની છે.અને તેેમાં કાેઈ જ શંકા હાેવી ન જાેઈઅે. જસ્ટિસ ટીઅેઅે ઠાકુર અને વી.ગાેપાલ ગાૈડાની બેન્ચે આવી સ્પષ્ટતા હત્યાના આરાેપમાં આજીવન કેદની સજા પામેલા આરાેપીઆેની અપીલ અંગે સુનાવણી કરતાં  કરી હતી. 

બેન્ચે આ અંગે જણાવ્યું કે ૧૯૮૧ના મારૂરામ કેસમાં સુપ્રીમ કાેર્ટની બંધારણીય બેન્ચે સ્પષ્ટ જણાવ્યું હતું કે આજીવન કેદનાે અર્થ સારી જિંદગી જેલમાં વીતાવવાનાે છે. બેન્ચે વધુમાં જણાવ્યું કે અેક તરફ અેવું આંદાેલન ચલાવવામાં આવે છે કે માેતની સજાને નાબૂદ કરવામાં આવે અને તેને બદલે આજીવન કેદની સજા આપવામાં આવે. જાે આવી માગણી થતી હાેય તાે આજીવન કેદ ૧૪ વર્ષની કઈ રીતે માની શકાય. આ લાેકાે પાેતે જ કહે છે કે આરાેપીઆેને ફાંસીની સજાથી બચાવવામાં આવે. 

જાે આરાેપીને ૧૪ વર્ષ બાદ છાેડી દેવામાં આવે તાે આજીવન કેદનાે અર્થ જ ક્યાં રહે છે. આરાેપીના વકીલે જણાવ્યું કે આજીવન કેદના કેદીઆેને ૧૪ વર્ષ જેલમાં ગુજાર્યા બાદ છાેડવાની જાેગવાઈ છે. રાજ્ય સરકારને આ અધિકાર સીઆરપીની કલમ ૪૩૩ અે હેઠળ મળ્યાે છે. તેમાં કેદીઆેની સજા માફ  અથવા સ્થગિત કરી શકાય છે. 

બેન્ચે જણાવ્યું કે મારૂરામના કેસમાં કાેર્ટે નાથુરામ ગાેડસે કેસમાં આપવામાં આવેલી વ્યવસ્થાને સમર્થન આપ્યું હતું કે સજામાં રાહતની જાેગવાઈનાે અમલ ત્યારે કરી શકાય જ્યારે કાેર્ટ આજીવન કેદની સજાની મુદત નકકી કરે. 

આ મુદત વિત્યા બાદ તેને માફી આપવાની જાેગવાઈ ૪૩૩ અે હેઠળ તેને માફ કરી શકાય છે. પરંતુ જ્યાં સુધી  આ મુદત નકકી નથી થતી અને સજામાં માત્ર આજીવન કેદ શબ્દ કહેવામાં આવ્યાે છે. ત્યાં પૂરી જિંદગી  કેદમાં ગુજારવા સમાન માનવામાં આવશે. આ કેસમાં રાહતની જાેગવાઈ ૪૩૩ અે ને લાગુ કરી શકાતી નથી. કે સરકારને પણ આ અંગે કાેઈ સત્તા નથી.

You might also like