આજથી ૧૯મી સુધી ર૦ ટ્રેન રદ, ૧૦ આંશિક રદ અને એક ડાઈવર્ટ

અમદાવાદ: વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા તા. ૧પથી ૧૯ ઓગસ્ટ સુધી ર૦ ટ્રેન રદ કરાઈ છે, ૧૦ ટ્રેનને આંશિક રદ અને એક ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી છે.  જેમાં ર૦ ટ્રેન રદ, ૧૦ ટ્રેન આંશિક રદ અને એક ટ્રેનને ડાઇવર્ટ કરાઈ છે. જેમાં તા. ૧પના રોજ કોલ્હાપુર-અમદાવાદ, તા.૧૬ના રોજ  અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ, તા.૧પના રોજ વિજાપુર-આંબલિયાસણ પેસેન્જર અને આંબલિયાસણ-વિજાપુર પેસેન્જર ટ્રેન, તા. ૧૬ અને ૧૭ના રોજ અમદાવાદ-અજમેર એક્સપ્રેસ, તા.૧૭ અને ૧૮ રોજ અજમેર-અમદાવાદ એક્સપ્રેસ, તા. ૧૬થી ૧૮ સુધી ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ, તા.૧૬ અને ૧૮ના રોજ મહેસાણા-આબુરોડ અને તા. ૧૭ અને ૧૯ના રોજ આબુરોડ-મહેસાણા, તા. ૧૬થી ૧૮ સુધી વિરમગામ-મહેસાણા-વિરમગામ પેસેન્જર, તા. ૧૬થી ૧૮ સુધી પાલનપુર-ભુજ-પાલનપુર પેસેન્જર, તા. ૧પના રોજ મોરબી-માલિયા મિયાણા પેસેન્જર, તા. ૧૬ના રોજ જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ અને તા. ૧૭ના રોજ ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.જ્યારે તા. ૧પના રોજ દાદર-ભૂજ, દાદર-અમદાવાદ વચ્ચે ચાલશે અને અમદાવાદ-ભુજ વચ્ચે રદ રહેશે, તા. ૧૭ના રોજ ભુજ-દાદર એક્સપ્રેસ દાદર-અમદાવાદ વચ્ચે ચાલશે અને ભુજ-અમદાવાદ વચ્ચે રદ રહેશે. તા. ૧૬ ઓગસ્ટે બાંદ્રા-ભુજ, બાંદ્રા-અમદાવાદની વચ્ચે ચાલશે અને અમદાવાદ-ભુજ વચ્ચે રદ રહેશે, તા.૧૭ ઓગસ્ટના રોજ ભુજ-બાંદ્રા એક્સપ્રેસ બાંદ્રા-અમદાવાદ વચ્ચે ચાલશે અને ભુજ-અમદાવાદ વચ્ચે રદ રહેશે. જ્યારે જોધપુર-અમદાવાદ-જોધપુર પેસેન્જર તા. ૧૭ સુધી  મારવાડ જંકશન-અમદાવાદ વચ્ચે રદ રહેશે અને મારવાડ-જોધપુર વચ્ચે ચાલશે, જયપુર-અમદાવાદ-જયપુર તા. ૧૭ સુધી મારવાડ જંકશન-અમદાવાદ વચ્ચે રદ રહેશે અને મારવાડ-જયપુર વચ્ચે ચાલશે.તા. ૧૭ના રોજ પૂણે-ભુજ એક્સપ્રેસ પુણે અમદાવાદ વચ્ચે ચાલશે-ભુજ અમદાવાદ વચ્ચે રદ રહેશે. તેવી જ રીતે તા. ૧૯ના રોજ ભુજ પુણે એક્સપ્રેસ અમદાવાદ-પુણે વચ્ચે ચાલશે-ભુજ અમદાવાદ વચ્ચે રદ રહેશે. આ ઉપરાંત બરેલી-ભુજ-બરેલી એકસપ્રેસ તા.૧પથી ૧૮ ઓગસ્ટ સુધી વાયા પાલનપુર, અમદાવાદ, વિરમગામ, સામખિયાળીના રૂટ પર ડાઈવર્ટ કરીને ચલાવવામાં આવશે.
 

You might also like