આગામી બે વર્ષમાં વિશ્વના તમામ દેશમાં કાળઝાળ ગરમી પડશે

નવી દિલ્હીઃ બ્રિટનના હવામાન વિભાગની અેજન્સીઅે દાવાે કર્યાે છે કે આગામી બે વર્ષમાં આ વર્ષ કરતાં પણ વધુ ગરમી પડશે. અગાઉ સંશાેધનકારાેઅે ૨૦૧૪ને સાૈથી ગરમ વર્ષ જાહેર કર્યુ હતું. પરંતુ હાલ તાપમાનમાં જે રીતે વધારાે થઈ રહ્યાે છે તેને જાેતાં આગામી બે વર્ષમાં ગરમીમાં વધારાે થવાની સંભાવના છે. અહેવાલમાં જણાવાયા મુજબ  ગ્રીન હાઉસ ગેસની પ્રાકૃતિક પરિસ્થિતિેઆે પર અસર વધી રહી છે.

આ ઉપરાંત હવામાન વિભાગમાં આવેલા બે ફેરફારથી પણ તાપમાનમાં વધારાે થશે. જેમાં આ વર્ષે આવેલા સુપર અલન‌િનાેથી પ્રશાંત વિસ્તારાેનું તાપમાન વધી ગયું છે તેમજ દક્ષિણ અાફ્રિકા, પૂર્વ અેશિયા, ફિલ‌િપાઈન્સ અને દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારાે અછતની ચપેટમાં છે. આ વિસ્તારાેમાં આેછાે વરસાદ પડતાં સમગ્ર વિશ્વમાં આગામી વર્ષે પણ ગરમીમાં વધારાે થશે. તાપમાનમાં વધારાે થાય તેવી બીજી હવામાન પરિસ્થિતિ ઉત્તર પ્રશાંતમાં ઉદભવી રહી છે. જ્યાં દશકીય તાપમાન પેટર્નના ૧૫ વર્ષથી ચાલતા ઠંડા ચરણનાે અંત આવી ગયાે છે અને હવે તે ગરમ તબક્કામાં પ્રવેશ કરી રહ્યાે છે. 

અેક તરફ હવામાનની બે પરિસ્થિતિથી તાપમાનમાં વધારાે થઈ રહ્યાે છે ત્યારે ઉત્તર અેન્ટાર્કટિક તાપમાન પેટર્ન અેટલે કે અેઅેમઆે ઠંડા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે, જે ગરમ હવામાનને થાેડું કમજાેર કરી શકશે. જ્યારે યુરાેપ બીજા મહાદ્વિપાેની સરખામણીઅે ઠંડાે રહેશે તેવું અનુમાન થઈ રહ્યું છે. 

વિશ્વના નેતાઆે પર દબાણ વધશેપેરિસમાં આગામી ડિસેમ્બરમાં સંયુકત રાષ્ટ્ર જલવાયુ પરિવર્તન સંમેલન યાેજાઈ રહ્યું છે ત્યારે તેમાં વિશ્વના નેતાઆે પર ગ્રીન હાઉસમાં ગેસનું ઉત્સર્જન વધવાના અહેવાલ અંગે દબાણ વધશે. તેના કારણે તેઅાેઅે ગ્લાેબલ વાેર્મિંગને રાેકવા માટે કાેઈ ખાસ કડક અને ચાેક્કસ નીતિ ઘડવી પડશે. પ્રાકૃત‌િક પરિસ્થિતિ કાેઈ પણ વર્ષનુંં તાપમાન વધારી શકે છે, પરંતુ તેના પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે વધતા તાપમાન પાછળ ગ્રીન હાઉસ ગેસ પણ માેટું કારણ છે. આ ગેસ સમુદ્ર અને વાતાવરણ અેમ બંને પર સતત અસર કરી રહ્યાે છે.

આ અંગે વૈજ્ઞાનિકાેઅે પણ જણાવ્યું છે કે ૨૦૧૫માં પૃથ્વીનું તાપમાન રેકર્ડ સ્તરે પહાેંચી ગયું છે. તાપમાન હાલ ૧૯૬૧થી ૧૯૯૦ના સરેરાશ તાપમાનથી ૦.૬૮ ડિગ્રીથી વધુ છે. બ્રિટનના હવામાન વિભાગના હેલી સેન્ટરના વડા પ્રાે. સ્ટીફન બેલચરે જણાવ્યું કે અમે જાણીઅે છીઅે કે પ્રાકૃતિક ફેરફારથી વર્ષના તાપમાન પર અસર પડે છે, પરંતુ આ વર્ષે વધેલા તાપમાનથી ગ્રીન હાઉસ ગેસની અસર વધુ થાય તેવી સંભાવના છે. વધતી ગરમીથી પર્યાવરણમાં પણ સતત ફેરફાર આવી રહ્યાે છે. યુનિવર્સિટી આેફ રીડિંગના પ્રાે. રાેવેન સટને પણ જણાવ્યું કે જાે કાેઈ માેટાે જ્વાળામુખી વિસ્ફાેટ નહિ થાય તાે સંભાવના છે કે  ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ અત્યાર સુધીના રેકર્ડમાં સાૈથી ગરમ વર્ષ રહેશે.

You might also like