આઈપીઓના નિયમો હળવા કરાશેઃ સેબી

મુંબઇઃ ઇક્વિટી બજાર નિયમનકારી એજન્સી સેબી આઇપીઓ લાવતી કંપનીઓ માટે ડિસક્લોઝર નિયમોમાં રાહત આપવાનું વિચારી રહી છે. સેબી આ પ્રકારનું પગલું એટલા માટે ઉઠાવવા જઇ રહી છે કે આગામી નાણાકીય વર્ષથી નવા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને અનુસરવામાં સરળતા રહે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા અને ઓડિટ ફર્મ્સ કંપનીઓએ નવા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની અસરને લઇને સેબી સાથે ચર્ચા-વિચારણા હાથ ધરી છે.સેબી આ અંગે કમિટીમાં ચર્ચા કરશે તથા તે માટે વધુ સ્પષ્ટતા કરશે. હાલ નિયમો અનુસાર આઇપીઓ લાવનારી કંપનીને ઓફર ડોક્યુમેન્ટની સાથે પાંચ નાણાકીય વર્ષનું સ્ટેટમેન્ટ આપવું પડતું હોય છે, પરંતુ હવે એ સ્પષ્ટ થતું નથી કે નવા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે પાછલા વર્ષના એકાઉન્ટ્સના રિસ્ટેટમેન્ટ આપવાં પડશે. ઉલ્લેખનીય છે કે આઇપીઓ લાવનાર કંપનીઓ માટે સરળતા રહે તેથી સેબી નિયમોમાં ફેરફાર કરી તેને હળવા કરી રહી છે, જેથી નવી કંપનીઓને રાહત રહે.

You might also like