આઈટી અને ફાર્મા શેરમાં રોકાણ ફાયદેમંદ

અમદાવાદઃ શેરબજારમાં છેલ્લા કેટલાય વખતથી મોટી અફરાતફરી જોવા મળી રહી છે, પરંતુ આ વધઘટમાં આઇટી અને ફાર્માસ્યુટિકલ કંપનીના શેરો લાંબા ગાળાના રોકાણ માટે ફાયદામંદ પુરવાર થઇ શકે છે તેવો મત બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તેઓના કહેવા પ્રમાણે ડોલર સામે રૂપિયામાં પાછલાં ચાર છ સપ્તાહથી જે રીતે નરમાઇ જોવા મળી છે તે જોતાં તેનો સીધો ફાયદો નિકાસ કરતી આઇટી અને ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં જોવાઇ શકે છે અને તેના કારણે આ કંપનીઓની બેલેન્સશીટ પણ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ના બીજા ત્રિમાસિક સમયગાળામાં સુધરી શકે છે તેવાં સેન્ટિમેન્ટ પાછળ આ કંપનીઓના શેર્સમાં રોકાણ વધુ રિટર્ન આપનારું સાબિત થઇ શકે છે. બજારના એનાલિસ્ટ અસીમ મહેતાના જણાવ્યા પ્રમાણે રૂપિયાની નરમાઇ તથા ફંડામેન્ટલી મજબત હોય તેવી આઇટી અને ફાર્મા કંપનીના શેર્સમાં નીચા મથાળે લાંબા ગાળાનું રોકાણ રોકાણકારને લાભકારક સાબિત થઇ શકે છે.
You might also like