આઈએસ સાથે સંબંધ બદલ ચાર યુવાનોની ધરપકડ થઈ

થિરુવનંતપુરમ : સિરિયા અને ઈરાક જેવા દેશોમાં વર્ચસ્વ ધરાવનાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધ ધરાવનાર ચાર યુવાનોની કેરળમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ઝડપાયેલા ચારેય શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.આતંકવાદી સંગઠનના મામલે કનેક્શનના મામલામાં તેમની ધરપકડ કરાયા બાદ કેટલીક નવી વિગતો સપાટી પર આવી શકે છે.

સૂત્રોએ કહ્યું છે કે, આ શખ્સો પૈકીના બે કરીપુર વિમાની મથકે આવ્યા હતા અને અન્ય બે થિરુવનંતપુરમ ખાતે પહોંચ્યા હતા. રાજ્ય ઈન્ટેલીજન્સ અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકવાદી સંબંધો બદલ આ ચાર યુવાનોને દેશ નિકાલ કરવામાં આવે તેવા પણ સંકેત દેખાઈ રહ્યા છે. માલાપુરમ ખાતે બે દિવસ અગાઉ જ અન્ય બે લોકોની પણ પૂછપરછ કરાઈ હતી. ઝડપાયેલા શખ્સો અંગે વધુ માહિતી મળી શકી નથી.

 

ચાર યુવાનો ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંધો ધરાવે છે પરંતુ આ સંબંધો કેવા પ્રકારના છે તે અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. ઝડપાયેલા યુવાનોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પ્રાથમિક પૂછપરછ ચાલી રહી છે.

You might also like