આઈઆઈટી પ્રિ પ્લેસમેન્ટઃ એક કરોડથી વધુ પગારની ઓફર

નવી દિલ્હી: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) પ્રિ પ્લેસમેન્ટ પગારમાં ૫૦ ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. અગ્રણી એન્જિનિયરિંગ સ્કુલોમાં વિદ્યાર્થીઓ માટે આ ખૂબ સારા સમાચાર છે. ડિસેમ્બર મહિનામાં ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તે પહેલાં જ વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. નવી નોકરીની તકો વિદ્યાર્થીઓને મળી રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર સુધી આઈઆઈટી મદ્રાસને આ વર્ષે ૫૦ની સામે ૩૫ પ્રિ પ્લેસમેન્ટ ઓફરો મળી હતી. જ્યારે મુંબઈને હજુ સુધી ગયા વર્ષે ૧૨૩ પ્રિ પ્લેસમેન્ટ ઓફરો મળી છે. આઈઆઈટી કાનપુરને ગયા વર્ષે મળેલી ૨૪ની સામે ૯૦ પ્રિ પ્લેસમેન્ટ ઓફર મળી ચૂકી છે. કેટલીક ઈનવેસ્ટમેન્ટ બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીઓ દ્વારા વાપસી કરવામાં આવી રહી છે, જેમાં જેપી મોર્ગન, મોર્ગન સ્ટેનલી, બાર્કલેનો સમાવેશ થાય છે. ઈ-કોમર્સ કંપનીઓની પણ એન્ટ્રી થઈ રહી છે. હજુ સુધી ફેસબુક ્દ્વારા સૌથી જંગી ઓફર કરવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે, પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને ખૂબ સારા પગારની ઓફર થઈ રહી છે. ટોપ પગારની ઓફરનો આંકડો ૧ કરોડથી ૧.૫ કરોડ સુધી પહોંચ્યો છે. એમેઝોન ઈન્ડિયા માટે ટેલેન્ટના શોર્સને શોધવાની ગતિવિધી ચાલી રહી છે. છેલ્લા બે વર્ષમાં પ્રિ પ્લેસમેન્ટ ઓફરોની પદ્ધતિમાં ફેરફાર થયો છે.  પીપીઓ રૂટ મારફતે હવે ભરતી કરવામાં આવી રહી છે. આઈઆઈટીમાં આ વખતે જે કંપનીઓ આવી છે તેમાં એડોબ, માઈક્રોસોફ્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, તાતા સ્ટીલ, ફ્લિપકાર્ટ, સ્ટાન્ડર્ડ લાઈફ સાયન્સ, સેમસંગ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓને પીપીઓ મળ્યા હતા. જેમાં ઈન્ટર્નશીપ પણ આપવામાં આવે છે. પ્રથમ વખત પીપીઓની ઓફર માટે આવનાર કંપનીઓમાં ટેક્સાસ એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘણી સ્થાનિક કંપનીઓ પણ આગળ આવી રહી છે. આવનાર દિવસો વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા રહી શકે છે. આ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુક્તા છે.

You might also like