આઇફોન લોન્ચ કરશે એક સાથે ત્રણ મોબાઇલ

વોશિંગ્ટનઃ અમેરિકી કંપની એપ્પલ આ વર્ષે મોટો ઘડાકો કરવા જઈ રહી છે. આ વર્ષેના અંતમાં કંપની પ્રથમ વખત એક સાથે ત્રણ-ત્રણ આઈફોન લોન્ચ કરશે.આ ફોન હશે આઈફોન 6એસ, આઈફોન 6એસ પ્લસ અને ચાર ઈંચ વાળો આઈફોન 6સી. એક રિપોર્ટ પ્રમાણે આઈફોન 6સી એસેમ્બલ કરવા માટે એપ્પલ વિસ્ટ્રોન સાથે ભાગીદારી કરશે જ્યારે ફોક્સકોન અને પેગાટ્રોન બંન્ને અન્ય સેટ બનાવશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે આ ફોનમાં કોર્નિંગ ગોરીલ્લા ગ્લાસ પ્રોટેક્શન હશે. જેનાથી તેની સ્ક્રિન પર સ્ક્રેચ પડવાનો ખતરો નહીં રહે.કંપની આઈફોન 6એસ બંન્ને ગેજેટમાં નવી એ9 ચિપ લગાવાશે જો કે એ વાતની પુષ્ટિ નથી થઈ. આ તમામમાં એનએફસી અને ફિંગરપ્રિટ ટેક્નોલોજી પણ હશે.

ડિસ્પ્લે એલજી આપશે જ્યારે શાર્પ આઈફોન 6એસ પ્લસ માટે સ્ક્રિન આપશે.કંપની આ ફોનમાં કેમેરાની નવી ટેક્નોલોજી ઉપયોગમાં લેશે જેમાં ત્રણ સેન્સર હશે. એપ્પલે હાલમાં જ લાઈટ સ્પિ્લટરની સાથે ડિઝીટલ કેમેરો પેટન્ટ કરાવ્યો છે. જેનાથી તસ્વીઓ સ્પષ્ટ દેખાશે.

You might also like