આંધ્રપ્રદેશમાં વીજળી પડતાં ૨૦નાં માેતઃ ભારે વરસાદથી નુકસાન

નેલ્લાેરઃ આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતાં ૨૦ લાેકાેનાં માેત થયાં છે તેમજ સતત વરસાદથી રાજ્યના અનેક જિલ્લાના નીચાણવાળા વિસ્તારાેમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વીજળી પડતાં જે ૨૦ લાેકોના માેત થયા છે તેમાં સાૈથી વધુ છ લાેકાેના નેલ્લાેર જિલ્લામાં માેત થયા છે. આ ઉપરાંત ગુંતુર, ગાેદાવરી અને અનંતપુર જિલ્લામાં પણ વરસાદથી કેટલાક લાેકાેના માેત થયા છે. 

સતત વરસાદથી જે વિસ્તારાેમાં પૂર જેવી હાલત છે ત્યાં સ્થાનિક તંત્ર રાહત-બચાવની કામગીરીમાં વ્યસ્ત છે. હવામાન વિભાગે હજુ પણ આગામી બે ત્રણ દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે. સતત વરસાદ અને વીજળી પડતાં જે ૨૦ લાેકાેનાં માેત થયાં છે તે મૃતકાેના પરિવારજનાેને ચાર-ચાર લાખની આર્થિક સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુઅે આ અંગે સ્થિતિની સમીક્ષા કરવા આપાતકાલીન બેઠક બાેલાવી છે.  

તેલંગાણામાં ભારે વરસાદતેલંગાણા સહિત આંધ્રપ્રદેશના અનેક વિસ્તારાેમાં ભારે વરસાદ થયાે છે, જેના કારણે તેલંગાણામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત અને ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક જગ્યાઅે ટ્રાફિકજામ સર્જાયાે છે. પાટનગર હૈદરાબાદમાં પણ ભારે વરસાદ થયાે છે. આ અંગે અધિકારીઆેના જણાવ્યા અનુસાર નેલ્લાેર જિલ્લામાં વીજળીની ચપેટમાં આવતાં પાંચ લાેકાેના માેત થયાં છે.

જિલ્લાના પૂડીપાર્થી ગામમાં સાંજે વીજળી પડતાં પિતા-પુત્રનાં માેત થયાં છે તેમજ અેક સિક્યોર‌િટી ગાર્ડનું પણ વીજળી પડતાં માેત થયું છે.  આ ઉપરાંત પ્રકાશમ જિલ્લામાં વીજળી પડતાં અેક મહિલા અેલ. વેેંકટા સુબમ્મા સહિત ત્રણ લાેકાેનાં માેત થયાં છે. જ્યારે ગુંતુર જિલ્લાના ડાેંડાપાડૂ ગામમાં  આનંદ રાવનું વીજળી પડતાં માેત થયું છે તેમજ વડલામાનૂ ગામના અેક ખેડૂત શિવરામ બાબુનું પણ વીજળી પડતાં માેત થયું છે.

You might also like