આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકનો ફરીવખત ગોળીબાર

જમ્મુ : અનેક પ્રકારની ગંભીર ચતવણી આપવામાં આવી હોવા છતાં પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશ રેખા પર ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે પણ પાકિસ્તાને જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ની ચોકીને ટાર્ગેટ બનાવીને ભીષણ ગોળીબાર કર્યો હતો.

જો કે આમાં કોઇ નુકસાન થયુ નથી. પાકિસ્તાને આરએસ પુરા સેક્ટરમાં બીએસએફના ટ્યુબવેલ ૫ સરહદી ચોકી પર ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાની સેનાએ કોઇ પણ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ પણ પણ જોરદાર જવાબી કાર્યવાહી કરી હતી. જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ભીષણ ગોળીબાર કરતા ત્રણ નાગરિકના મોત થયા હતા અને ઓછામાં ઓછા ૨૨ લોકો ઘાયલ થયા હતા.

જે પૈકીના કેટલાક નાગરિકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. આરએસપુરામાં આંતરરાષ્ટ્રીય ન પાકિસ્તાનના ગોળીબારનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર તંગદીલી ફેલાવવાનો રહ્યો છે. સાથે-સાથે આતંકવાદીઓને ઘુસાડવા માટેનો પણ રહ્યો છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ પાકિસ્તાન દ્વારા ૫૦થીવધુ  વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો છે. જ્યારે આ વર્ષે હજુ સુધી ૨૪૫ વખત યુદ્ધવિરામનો ભંગ થઈ ચુક્યો છે.

જેમાં ભારે ખુંવારી પણ થઈ છે. અગાઉ ૧૫મી ઓગસ્ટના દિવસે પણ પાકિસ્તાને કોઈપણ ઉશ્કેરણી વગર ભીષણ ગોળીબાર કર્યો હતો. જેમાં સરપંચ સહિત ૫ નાગરિકોનાં મોત થયા હતા. પાકિસ્તાની સેના દ્વારા ઓગસ્ટ મહિનામાં ૫૦થી પણ વધારે વખત ગોળીબાર કરીને ભારતના સુરક્ષા જવાનોની તકલીફમાં વધારો કર્યો હતો.

You might also like