અોસ્ટ્રેલિયાનો સ્ટીવ વો NRIને ભારતમાં પ્રોપર્ટી વેચશે  

સિડનીઃ અોસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને ભારત પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા સ્ટીવ વોઅે હવે પ્રોપર્ટી માર્કેટમાં ઝંપલાવ્યું છે. તેણે ભારતમાં પ્રીમિયમ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતા એનઅારઅાઈ માટે સ્પેશ્યલ વેબસાઈટ waughglobal.com શરૂ કરી છે. અા વેબસાઈટ NRI ઉપરાંત PIO અેટલે કે વિશ્વભરમાં વસેલા ભારતીય મૂળનાં લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં અાવી છે. અત્યારના તબક્કે અા વેબસાઈટ ભારતના પ્રીમિયમ બિલ્ડર્સ જેવા કે ગોદરેજ, લોઢા, રાહેજા, શાપુરજી પાલનજી, કલ્પતરુ દ્વારા તૈયાર કરાયેલી પ્રોપર્ટી વેચી રહી છે. દેશના સાત શહેરોમાં વિવિધ બિલ્ડરોઅે તૈયાર કરેલા ૯૧ પ્રોજેક્ટની પ્રોપર્ટી વેચવા માટે એણે દસ બિલ્ડર સાથે જોડાણ પણ કર્યું છે. ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં અા વેબસાઈટ ૪૬.૪૮ અબજ રૂપિયાની પ્રોપર્ટી વેચવાની નેમ ધરાવે છે.

You might also like