અોબામાઅે જે હોટલમાં રોકાવાનો ઇનકાર કર્યો હતો ત્યાં રોકાશે મોદી

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક અોબામાઅે ન્યૂયોર્કની વોલ્ડોર્ફ અેસ્ટોરિયા હોટલમાં રોકાવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ યુઅેન જનરલ એસેમ્બલીની મિટિંગમાં હાજરી અાપવા અમેરિકા જઈ રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અે જ હોટલમાં રોકાશે. અોબામાના સિક્યોરિટી સ્ટાફને તે હોટલમાં જાસૂસીનો ડર સતાવી રહ્યો છે. અા હોટલને ૨૦૧૪ના વર્ષમાં ચીનની એક કંપનીઅે ખરીદી લીધી હતી.

યુઅેન મિટિંગમાં અાવનાર અમેરિકી રાષ્ટ્રપતિ અત્યાર સુધી અા જ હોટલમાં રોકાતા હતા. અોબામા ભલે અહીં રોકાવા ન જતા હોય પરંતુ પીએમ મોદી ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અા હોટલમાં રોકાશે તે વખતે મોદી ન્યૂયોર્ક પેલેસ હોટલમાં રોકાયા હતા.

અા હોટલ પીએમઅોની ફેવરિટ છે પરંતુ અા વખતે તેઅો વોલ્ડોર્ફ અેસ્ટોરિયા હોટલમાં રોકાશે.પીએમ ૨૩થી ૨૮ સપ્ટેમ્બર સુધી અમેરિકા રોકાવાના છે. સૂત્રોના જણાવ્યા મુજબ પુતિને અા વખતે અા હોટલમાં રહેવાનો નિર્ણય એટલે કર્યો કે અોબામા અહીં રોકાવાના નથી. મોદી, પુતિન ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ અા હોટલમાં રોકાશે.

You might also like