અેવોર્ડ પરત આપવો એ લેખકોની પસંદનો વિષય છેઃ સાંસ્કૃતિક પ્રધાન 

નવી દિલ્હીઃ દાદરી હત્યાકાંડ બાદ અનેક લેખકાેઅે સાહિત્ય અકાદમી પુરસ્કાર પરત આપવા અને સંસ્થામાંથી રાજીનામું આપી દેવાના મામલે કેન્દ્રીય સાંસ્કૃતિક પ્રધાન મહેશ શર્માઅે મૌન તાેડતાં જણાવ્યું કે જો કાેઈ સાહિત્યકાર અથવા કવિ તેમના સિદ્ધાંતના કારણે પુરસ્કાર પરત આપે તાે તે તેમની ઈચ્છાની વાત છે. શર્માના લાેકસભાના મત વિસ્તારમાં અે દાદરીનાે સમાવેશ થાય છે જ્યાં બીફ (ગૈમાંસ) ખાવાની અફવા ફેલાયા બાદ અખલાકને ઘેરીને મારી નાખવામાં આવ્યાે હતાે. 

શર્માઅે જણાવ્યું કે વિરાેધ વ્યક્ત કરવાનાે અન્ય ઉપાયા પણ હાેઈ શકે છે. મારા તરફથી આ બાબતે અેટલું જ જણાવવા માગું છું કે આવી ઘટના  અંગે વડા પ્રધાન, મુખ્યપ્રધાન અને સાહિત્ય અકાદમીને પણ પત્ર પાઠવી જાણ કરી શકાય છે અથવા ધરણાં પણ કરી શકાય. દાદરીકાંડ બાદ પ્રધાન મહેશ શર્માઅે આપેલી પ્રતિક્રિયાઆેને લઈને ટીકાનાે ભાેગ બનવું પડ્યું છે. 

સાહિત્ય અકાદમી વિજેતા લેખકાે દ્વારા આ સન્માનને પરત આપવાની બાબતને શર્માની ટીકા માનવામાં આવે છે. દાદરીની ઘટના, કન્નડ લેખક અેમ. કલબુર્ગીની હત્યા અને દેશમાં અસહિષ્ણુતાની વધતી સંસ્કૃતિના વિરાેધમાં અકાદમીના માૈનથી અત્યાર સુધીમાં ૧૫ સાહિત્યકારાેઅે અકાદમીમાંથી રાજીનામાં આપી દીધાં છે અથવા તેમના પુરસ્કાર પરત આપી ચૂક્યા છે તેમાંથી ૧૦ સાહિત્યકારાેઅે તેમના પુરસ્કાર પરત આપી દીધા છે અથવા તેમ કરશે.

You might also like