અા મોજાં સ્ટીલ કરતાં ૧૫ ગણા વધારે મજબૂત છે

અાગામી સમયમાં લોકો પગમાં બૂટને બદલે માત્ર મોજાં પહેરીને જ ફરતા જોવા મળે તો નવાઈ નહીં. એનું કારણ એ છે કે સ્વિસ બેરફૂટ નામની કંપનીએ એવા મોજાં બનાવ્યાં છે જે બૂટ તો છોડો, સ્ટેનલેસ સ્ટીલ કરતાં પણ ૧૫ ગણા વધારે મજબૂત છે. ફ્રી યોર ફીટ નામનાં અા મોજાં ડાયનીમા નામના સુપરસ્ટ્રોન્ગ પોલિમર ફાઈબર ફેબ્રિકમાંથી બનાવવામાં અાવ્યાં છે. અા મટીરિયલ અત્યારે રોક-ક્લાઈમ્બિંગ માટેનાં દોરડાં બનાવવામાં વપરાય છે. અા કલ્પનાતીત મજબૂતીને કારણે અા મોજાં સહેજે ઘસાતાં કે ફાટતા નથી. વધુમાં અા મોજાં પાણી પણ ચૂસતાં નથી. એટલે પાણીમાં પગ પડે તોય એ કોરાં જ રહે છે. કોઈપણ પ્રકારની સપાટીમાં પણ એકદમ મજબૂત ગ્રિપ રહે એ માટે અા મોજાંના તળિયે રબરના ડોટ્સ બેસાડવામાં અાવ્યાં છે. 

You might also like