અા ગેઝેટ તમારા સ્માર્ટફોનને રડાર બનાવી દેશે

ન્યૂયોર્કઃ ક્રાઉડસો‌િર્સ‌ંગ વેબસાઈટ કિકસ્ટાર્ટર પર સ્કાઉટી નામનું અનોખું ટચૂકડું ગેઝેટ મુકાયું છે. અા ગેજેટની ખૂબી અે છે કે એને એક નાનકડા મેગ્નેટિક અેડપ્ટરથી અાપણા સ્માર્ટફોનની પાછળના ભાગે ચોંટાડી દઈઅે એટલે અે રડાર તરીકે કામ કરવા માંડે છે. અા સાધનનો ઉપયોગ ગતિમાં રહેલા કોઈ પણ વાહન કે ક્રિકેટમાં બોલિંગ કે અન્ય પદાર્થનો વેગ માપવા માટે કરી શકાય છે. અા સ્કાઉટીને ફોન પાછળ ચીપકાવી ગતિશીલ પદાર્થ સામે ધરવાથી તરત જ અે એનો વેગ કહી અાપે છે. 

અા માટે અે સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી એની એપ્લિકેશન અને સિમ્પલ બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અત્યારે ટ્રાફિક-પોલીસ પુરપાટ વેગે જતાં વાહનોની સ્પીડ નક્કી કરવા માટે જ હસ‌િડમદસ્તા જેવું સાધન વાપરે છે. અેના જેટલી જ એક્સ્યુરસીથી રિઝલ્ટ અાપતું વજનમાં હળવું અા ડિવાઈસ ખિસ્સામાં પણ અારામથી રહી જાય છે. લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવા માટે એની સાથે ટ્રાઈપોડ પણ અાવે છે. અા સ્કાઉટી ડિવાઈસને કંપની ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતે વેચવા ધારે છે.

You might also like