અાવી હશે ભવિષ્યની સ્માર્ટ સાઈકલ

કેલિફોર્નિયાની સ્પેશિયલાઈઝ્ડ નામની કંપનીએ ભવિષ્યની સુપરસ્માર્ટ હાઈટેક સાઈકલની કન્સેપ્ટ અાવૃત્તિ વિશ્વ સમક્ષ મૂકી છે. FUCI નામની અા સાઈકલમાં સ્માર્ટફોન કેન્દ્રસ્થાને હશે. અાગળના ભાગે હવાને ઉપરની તરફ ધકેલી દેતા મેકેનિઝમ ઉપરાંત સ્માર્ટફોન ડોકિંગ સ્પેસ હશે. અા સાઈકલમાં ઊર્જા ઉત્પન્ન કરવા માટે સોલર પેનલ તથા સાઈકલને સુપરફાસ્ટ સ્પીડે ભગાવતી લિથિયમ અાયર્ન બેટરી પણ હશે.

અત્યાધુનિક GPSની મદદથી અા સાઈકલ ચલાવનારને એક્યુરેટ નેવિગેશન પૂરું પાડે છે. અા સાઈકલમાં ફિટ કરેલું અનોખું ફ્લાય વ્હિલ જ્યારે પેડલ મારતા ન હોઈએ એ સ્થિતિમાં પણ એને દોડતી રાખે છે. અંધારું થતાં અા સાઈકલ અાપોઅાપ લાઈટો ચાલુ કરી દે છે. ટાયરમાં હવાનું પ્રેશર ઓછું હોય તો એ ચાલકને સૂચિત કરે છે. 

 

You might also like