અાલિયા મારી ગર્લફ્રેન્ડ નથીઃ સિદ્ધાર્થ

કરણ જોહરની સુપરહિટ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલિવૂડમાં કારકિર્દી શરૂ કરનાર સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં ઘણો બિઝી છે. લાસ્ટ વીકમાં તેની ‘બ્રધર્સ’ ફિલ્મ પણ રિલીઝ થઈ. અા ફિલ્મમાં તેના અભિનયની પ્રશંસા પણ થઈ. તેની અગાઉની ફિલ્મ ‘એક વિલન’એ ૧૦૦ કરોડની કમાણી કરી હતી, છતાં પણ તે અન્ય સ્ટારની તુલનામાં ઓછી ફિલ્મો કરી રહ્યો છે. સિદ્ધાર્થ કહે છે કે મારી પાસે ઘણી ઓફર અાવી રહી છે, પરંતુ હું દરેક ફિલ્મ સાઈન ન કરી શકું. મારા માટે સારું કામ મહત્વનું છે, ઘણું બધું કામ નહીં.

‘બ્રધર્સ’ અંગે વાત કરતાં તે કહે છે કે અા ફિલ્મ માટે મેં ફિઝિકલી અને મેન્ટલી ઘણી મહેનત કરી હતી. મેં ૬થી ૮ કિલો વજન વધાર્યું છે અને માર્શલ અાર્ટ પણ શીખ્યો છું. કરણ જોહરની એક ફિલ્મમાં ફરી એક વખત અાલિયા સિદ્ધાર્થની હીરોઈન બની છે. અા ફિલ્મનું શૂટિંગ ચાલુ છે, તેનું ડિરેક્શન શકુલ બત્રા કરી રહ્યા છે. ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદખાન પણ છે. 

અા ઉપરાંત સિદ્ધાર્થ રામ-લખનની રિમેકમાં પણ કામ કરી રહ્યો છે. તે રામની ભૂમિકા ભજવશે, લખનની ભૂમિકા કોણ કરશે તે હજુ નક્કી નથી. સિદ્ધાર્થનું નામ અાલિયા સાથે જોડવામાં અાવે છે. તે કહે છે કે અાલિયા મારી પહેલી ફિલ્મની કો-એક્ટ્રેસ હોવાના કારણે અમારી વચ્ચે સારી મિત્રતા છે. અાલિયા મારી ગર્લફ્રેન્ડ નથી. હું રિલેશનશિપમાં બંધાવા તૈયાર છું, પરંતુ મારી સામે એક યોગ્ય વ્યક્તિ હોવી જોઈએ. 

You might also like