અાતંકવાદી સજ્જાદ સાથે વાત કરવા ઇચ્છે છે તેનો પરિવાર

નવી દિલ્હીઃ જમ્મુ,કાશ્મીરથી બીજો જીવતો પકડાયેલો અાતંકવાદી સજ્જાદ અહમદ પાકિસ્તાનનો જ રહેવાસી છે. તેના પિતરાઈઅે અે વાતને સમર્થન અાપી દીધું છે. સજ્જાદના ભાઈઅે કહ્યું કે તેને સજ્જાદની ધરપકડના સમાચાર ન્યૂઝપેપર દ્વારા મળ્યા. તેને કાશ્મીરમાં પકડાયેલા અાતંકવાદી દ્વારા તેમને પૂછપરછ કરનાર અધિકારીઅો માટે અપાયેલા ફોન નંબર પર કાલે બપોરે ફોન કર્યો હતો તે કોલ અસદ નામની એક વ્યક્તિઅે ઉઠાવ્યો. 

અસદે વાતચીતમાં કહ્યું કે તે સજ્જાદનો ભાઈ છે. અસદે કહ્યું હા હું સજ્જાદ અહમદનો ભાઈ છું. અમે તમારા ભારતીય કાશ્મીરમાં તેની ધરપકડના સમાચાર એક સ્થાનિક ન્યૂઝપેપરમાં વાંચ્યા. અસદ કરાચીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે. ફોન પર થયેલી વાતચીતમાં તેને પોતાના કાકા અને સજ્જાદના પિતા ફૈઝ બખ્સનો નંબર અાપ્યો. તેને સજ્જાદના દાવાને સમર્થન અાપતાં કહ્યું કે સજ્જાદના પિતાનું નામ ફૈઝ બખ્સ છે અને તેઅો મુજફ્ફરગઢના રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે પૂછપરછમાં સજ્જાદને પણ અા જ જાણકારી અાપી હતી. 

વાતચીત દરમિયાન અસદે વારંવાર પોતાના ભાઈ સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેને કહ્યું કે ન્યૂઝ પેપરમાં સજ્જાદની ધરપકડ અંગે વાંચ્યા બાદ તેનાં માતા પિતા પરેશાન છે. અસદ અને સજ્જાદે લગભગ અઢી વર્ષ પહેલાં ઘર છોડી દીધું હતું. ત્યારથી તેઅો પરત ફર્યા નથી. અા પહેલા તેઅો રોજી રોટી માટે કંઈ વિચારતા ન હતા.  માતા પિતા પાસે તેમનો કોઈ અતોપતો નહતો પરંતુ તેઅો અે જાણીને દંગ રહી ગયા છે કે તેની ભારતમાં ધરપકડ થઈ છે.

 

You might also like