અાજ સુધી કોઈ છોકરીએ પ્રપોઝ કર્યું નથીઃ સલમાન  

ફિલ્મમાં સલમાનખાન હોય એટલે એ ફિલ્મ સુપરહિટ થવાની ગેરંટી મળી જતી હોય છે. બોલિવૂડના બે ખાન શાહરુખ અને અામિર કરતાં પણ સલમાન એ રીતે સુપરહિટ ગણાય છે. ‘બજરંગી ભાઈજાન’એ જબરદસ્ત કમાણી કર્યા બાદ હવે સલમાનખાનની ‘પ્રેમ રતન ધન પાયો’ પણ રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે.

એક ઈન્ટરવ્યૂમાં સલમાનખાનને એવો સવાલ પુછાયો કે શું તે અેરેન્જ મેરેજ કરશે? તો સલમાને કહ્યું કે અત્યાર સુધી મને કોઈ છોકરીએ પ્રપોઝ કર્યું નથી. જો મને કોઈ છોકરી તરફથી પ્રપોઝલ અાવશે તો હું તેના પર ગંભીરતાથી વિચાર કરીશ. 

ઘણીવાર લવ મેરેજ ચાલતાં નથી, પરંતુ અેરેન્જ મેરેજ ચાલી જાય છે. કેટલીક વાર સાવ ઊલટું પણ બને છે, જોકે અા બધું પતિ-પત્ની પર નિર્ભર હોય છે કે તેઓ જિંદગીને કેવી રીતે લે છે. કરીના સાથે ફરી એક વાર કામ કરવાની વાતને લઈને તે કહે છે કે કરીના સાથે કામ કરવું એક સુંદર અહેસાસ છે.

ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન કરીના સાથે મારે સારા સંબંધો છે. તે અમારા પરિવારના સભ્ય જેવી છે. તે અમારી સામે જ ઊછરી છે, મોટી થઈ છે. તેની સાથે કામ કરવું એક કમ્ફર્ટેબલ અનુભવ છે. ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મ પૂરી થશે ત્યારબાદ સલમાનની ‘સુલતાન’નું શૂટિંગ શરૂ થશે. 

 

You might also like