અાગ્રાનાં પેઠા-રતલામનું નમકીન હવે ઓનલાઈન

કપડાં, એક્સેસરીઝ અને ગેજેટ્સ જેવી ચીજો ઓનલાઈન ઓર્ડર કરવાનું હવે જુનું થઈ ગયું. હવે તો લોકો સ્વીટ્સ અને નમકીન પણ ઓનલાઈન ઓર્ડર કરીને મગાવી શકે છે. એમાંય મીઠાઈ અને નમકીન માટે જાણીતા ઓનલાઈન પોર્ટલ મીઠાઈમોરડોટકોમ એ હવે અાગરાના પેઠા અને રતલામનું નમકીન પણ ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું છે.

અા અઠવાડિયે જ એની શરૂઅાત થઈ છે. અા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો મીઠાઈઓ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ ઓનલાઈન ખરીદે છે. અા પોર્ટલના સંચાલકો તો ભારતનાં તમામ મુખ્ય શહેરોની ખાસ ખાણી-પીણીને ઓનલાઈન ઓર્ડર કરીને બીજા ખૂણે પહોંચાડવા માગે છે. દરેક જગ્યાની સ્પેશિયલિટી તમને ઘેરબેઠાં ઓર્ડર કરીને મળી જાય એ દિવસો હવે દૂર નથી. 

You might also like