અાઈન્સ્ટાઈન અને હોકિંગ કરતાં પણ બુદ્ધિશાળી ૧૨ વર્ષની છોકરી

લંડન: બ્રિટનમાં રહેતી ૧૨ વર્ષની નિકોલ બાર નામની છોકરી વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી હાઈ અાઈક્યુ સોસાયટી દ્વારા લેવાતા ટેસ્ટમાં હાઈઅેસ્ટ સ્કોર લાવી છે. ઇંગ્લેન્ડના હાઈલો ટાઉનમાં રહેતી નિકોલે પરફેક્ટ ૧૬૨ સ્કોર મેળવીને વિશ્વના એક ટકા સૌથી બુદ્ધિશાળી લોકોમાં સ્થાન મેળવ્યું છે. નિકોલ ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોંકિંગ, માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ અને પ્રખર વૈજ્ઞાનિક અાલ્બર્ટ અાઈન્સ્ટાઈન કરતાં પણ વધુ બુદ્ધિશાળી છે. અા ત્રણેનો અાઈક્યુ સ્કોર ૧૬૦ હતો. જ્યારે નિકોલનો અાઈક્યુ સ્કોર ૧૬૨ છે. નિકોલની ૩૪ વર્ષની મમ્મીનું ડોલી બકલેન્ડનું કહેવું છે કે તે ખૂબ નાની હતી ત્યારથી મેગેઝિન અને બુક્સમાંથી ભૂલો શોધ્યા કરતી. તે હંમેશાં એક્સ્ટ્રા હોમવર્ક પણ માગતી રહે છે. 

You might also like