અાઈઅાઈટીની પ્રી- પ્લેસમેન્ટ અોફર્સમાં ૫૦ ટકાનો વધારો

નવી દિલ્હી: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ અોફ ટેકનોલોજીના પ્રી-પ્લેસમેન્ટ અોફર્સમાં અા વર્ષે ૫૦ ટકાનો વધારો થયો છે. પ્રિમિયમ એન્જિનિયરિંગ સ્કૂલોના વિદ્યાર્થીઅો માટે અા સારા સમાચાર છે. કેમ કે અા ડિસેમ્બરમાં ફાઈનલ પ્લેસમેન્ટ શરૂ થતાં વિદ્યાર્થીઅોના હાથમાં નોકરી હશે. ગયા વર્ષે સપ્ટેમ્બર સુધી અાઈઅાઈટી મદ્રાસને લગભગ ૩૫ પ્રી-પ્લેસમેન્ટ અોફર્સ મળી હતી જ્યારે અા વર્ષે તેની સંખ્યા લગભગ ૫૦ સુધી પહોંચી ગઈ છે.

અાઈઅાઈટી બોમ્બેને અા વર્ષે ૧૨૩ પ્રી-પ્લેસમેન્ટ અોફર્સ મળી છે જે ગયા વર્ષે અાખી સિઝનમાં માત્ર ૧૧૦ હતી. કાનપુરને અા વખતે ૯૦ પ્રી-પ્લેસમેન્ટ અોફર્સ મળી છે જે ગયા વર્ષે માત્ર ૨૪ હતી. અાઈઅાઈટી ખડગપુરને અા વર્ષે ૧૪૨ પ્રી-પ્લેસમેન્ટ અોફર્સ મળી છે જે ૯૨ પીટીઅોની સરખામણીમાં ૫૫ ટકા વધુ છે.

ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસ કંપનીઅો અાઈઅાઈટી કેમ્પર્સમાં બે વર્ષના ગેપ બાદ પરત ફરી છે. અા કંપનીઅોમાં જેપી મોર્ગન, મોર્ગન સ્ટેન્લી અને બાર્કલેઝ સામેલ છે. અા ઉપરાંત ક્રેડિટ સૂઇસ અને કેપિટલ વન જેવી કંપનીઅોઅે અાઈઅાઈટી બોમ્બેથી પહેલ કરી છે. 

You might also like