અસત્ય,દ્વેષ અને નિરાશાનો શિકાર બની છે કોંગ્રેસ પાર્ટી : અકબર

નવી દિલ્હી : ભાજપે આજે એકવાર ફરીથી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કરતા તેને ભારતીય રાજનીતિનો બગડેલો બાળક ગણાવ્યો હતો. આ અંગે ભાજપનાં સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા એમ.જે અકબરીએ કહ્યું કે કોંગ્રેસ ખોટુ બોલવાની સાથે સાથે દ્વેષ અને નિરાશાનું પણ શિકાર બન્યું છે.

કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાની માતાના નામે નાટક કરવાનાં આરોપનાં જવાબમાં અકબરે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન પોતાનાં માતા પ્રત્યે અપાર સ્નેહ ધરાવે છે અને સમર્પિત છે. લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમણે સૌથી પહેલા માં ના આશિર્વાદ લીધા હતા. જ્યારે કોંગ્રેસમાં એક માં એ પાર્ટીને બરબાદ કરી દીધી છે. 

આ અંગે કોંગ્રેસ પ્રવક્તા ટોમ વડક્કને પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે રાજનીતિમાં તે મહત્વપુર્ણ નથી કે તમે સ્થિર મનથી વાત કરો ન કે ભવિષ્યની બાબતોને લઇને ઝેર ઓકો. બીજી તરફ એમજે અકબરે કહ્યું કો કોંગ્રેસનાં આનંદ શર્માને કોઇ જણાવો કે આમાં વ્યક્તિગત્તવાળી વાળી શી વાત છે ? શર્માએ કહ્યું કે વડાપ્રધાન પ્રશ્ન પુછવાની બાબતથી પર નથી.

You might also like