અશ્લીલ શબ્દો બોલનાર નિલેશ પટેલ વિરૂદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ

અમદાવાદઃ પાટીદાર અનામત રેલી બાદ ફાટી નીકળેલ તોફાનોમાં સોશિયલ મિડિયામાં કેટલાક મેસેજ ફરતાં થયા હતાં. જેનાથી વર્ગવિગ્રહ અને હુલ્લડો થાય જેને લઇ શહેર ક્રાઇમ બ્રાન્ચે આવા તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ સોશિયલ મિડિયાના મેસેજો અને ઓડિયો ક્લિપની તપાસ દરમિયાન સૌરાષ્ટ્રની એક યુવકની ઓડિયો ક્લિપ મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આ હુલ્લડો માટે ઉશ્કેરાટ કરતી ઓડિયો ક્લિપ બનાવનાર આરોપી નિલેશ એરવાડિયા (ઉ.વ. ૪૦, રહે. વૃંદાવન પેલેસ, શનાલા રોડ, મોેરબી)ની ધરપકડ કરી છે.

પાટીદાર અનામત આંદોલનમાં ભડકી ઊઠેલા તોફાનોમાં વર્ગવિગ્રહ પેદા થાય તેમજ ઉશ્કેરણીજનક ભાષણો અંગે તપાસ કરાતાં ક્રાઇમ બ્રાંચને સીડી મળી આવી હતી. જેમાં ઓડિયો ક્લિપ દ્વારા આરોપી નિલેશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને સંબોધી અનામત  સંદર્ભે રેલવેનાં પાટા ઉખેડી નાખો, હાઇવે ખોદી નાખો અને ૨૫ થી ૫૦ બસો સળગાવો જેવું ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. ૨૫મી ઓગસ્ટ પહેલા આરોપી નિલેેષે આ ઓડિયો ક્લિપ બનાવી તેના ૧૦૦ જેટલા કોન્ટેક્સ અને ૨૫ થી ૩૦ વોટ્સએપ ગ્રૂપમાં ફરતી કરી હતી અને ૨૫મીની રેલી બાદ ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. 

આરોપી નિલેષ વિરુદ્ધ મોરબી -એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહ અંગે ફરિયાદ નોંધાઇ છે. ઉપરાંત સુરત વિસ્તારમાં આરોપી એ સુરતનાં રહેવાસીને સાઉથ આફ્રિકાના ડર્બન ખાતે નોકરી અપાવવાનાં બહાને રૂ. ૧૫,૦૦૦ લઇ અને છેતરપિંડી કરી હતી તેમજ હળવદમાં પણ અગાઉ સગીરાનાં અપહરણના ગુનામાં તેની ધરપકડ કરાઇ છે.

આરોપીનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાયોસાયબર ક્રાઇમ એસીપી રાહુલ પટેલે જણાવ્યું હતું કે જે ઓડિયો ક્લિપ મળી આવી હતી તેને એફએસએલમાં મોકલવામાં  આવી હતી અને આરોપીનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.

 

You might also like