અવકાશમાં ઊગેલી ભાજીનો સ્વાદ માણ્યો અવકાશયાત્રીઓએ

ન્યૂયોર્કઃ પહેલી વખત પૃથ્વીની બહાર ઉગાડાયેલાં શાકભાજીનો સ્વાદ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર(ISS)માં ૬ અવકાશયાત્રીઓએ માણ્યો હતો. નાસાએ અા પ્રોજેક્ટને વેજી-વન નામ અાપ્યું છે. એ ભાજીના છોડને ત્યાં ઊગતાં ૩૩ દિવસ લાગ્યા હતા.

એસ્ટ્રોનોટ્સે પહેલાં એ ભાજીને ખાસ એસિડથી સાફ કરી હતી. જોકે અવકાશયાત્રીઓ એમાંથી અડધી ભાજી ખાશે અને અડધી ભાજી પેક કરીને ધરતી પર લાવશે. અહીં તેનું વૈજ્ઞાનિક પરિક્ષણ કરવામાં અાવશે. નાસાએ અવકાશમાં કેવી રીતે કોઈ છોડ ઉગે છે તેનું સંશોધન શરૂ કર્યું છે. પહેલો પ્રયોગ ૨૦૧૪ના મે મહિનામાં કરાયો હતો. 

 

You might also like