અલ-કાયદાના નામે જેલ અધિકારીને ધમકીભર્યા પત્રો

કોઇમ્બતુર : તમિલનાડુની કોઇમ્બતુર, ત્રિચી, મદુરાઇ અને વેલ્લોર સેન્ટ્રલ જેલના જેલ સુપ્રિન્ટેન્ડન્ટસને અલ-કાયદાના નામે અગાઉ કદી જેનું નામ જાણમાં નથી તેવા બેઝ મોમેન્ટ તરીકે ઓળખાતા સંગઠન તરફથી ધમકીભર્યા પત્રો મળ્યા હતા.

જેલના વોર્ડનો પર હુમલાને અનુલક્ષીને ચેન્નાઇના પુઝલ ખાતેની સેન્ટ્રલ જેલમાંથી પાન્ના ઇસ્માઇલ, પોલીસ ફકરૃદ્દીન, મુન્ના અને અન્ય ત્રણ કહેવાતા કટ્ટરવાદીઓને કોઇમ્બતુર, ત્રિચી, મદુરાઇ અને વેલ્લોરની જેલોમાં ખસેડવામાં આવ્યા તેના થોડાં દિવસ બાદ જેલ સુપ્રિન્ટેન્ડન્ટોને આ પત્રો મળ્યાં હતાં. થોડાંક લખાણ સાથેના આ પત્રો કોઇમ્બતુર જિલ્લામાં ઉક્કાદમથી પોસ્ટ કરવામાં આવ્યા હતાં.

આ તમામ પત્રોમાં અંગ્રેજી ભાષામાં એક સરખો સંદેશો હતો… જેલ વિભાગનું સતત દબાણ… હતાશ કેદીઓ…સરકારની બંધ આંખો… મૂક ન્યાય અને અદાલતો… તામિલનાડુ પડઘો પાડશે… અમારું મિશન શરૃ થઇ ચૂક્યું છે… તમારા દિવસો ગણવા માંડો…આ પત્રોમાં અલ-કાયદાના મૃત વડા ઓસામા બિન લાદેન સાથે ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે.

કોઇમ્બતુર સિટી પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. કવર પર લખવામાં આવેલું મોકલનારનું સરનામું નકલી હતું. તેમ પોલીસે જણાવ્યું હતું.

You might also like