અલ્હાબાદ હાઇકોર્ટ હાઇટેક બિલ્ડિંગો તોડી પાડવા આદેશ

નોએડા : અલ્હાબાદ હાઇકોર્ટે એક મોટો ચુકાદો આપતા ગ્રેટર નોએડાનાં પતવારી ગામમાં સ્મશાનની જમીન પર બનેલી બિલ્ડિંગોને તોડી પાડવા માટેનાં આદેશો આપ્યા હતા. આ બિલ્ડિંગમાં આમ્રપાલી અને સુપરટેકનાં પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટે 2 મહિનાની અંદર બિલ્ડિંગોને તોડી પાડવા માટેનાં આદેશો આપ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે 2 મહિનાની અંદર બિલ્ડિંગોને તોડી પાડવા માટેનાં આદેશ આપ્યા છે.

હાઇકોર્ટ કહ્યું કે ગામનાં ખેડૂતોને 2 મહિનામાં જમીનો પાછી આપવા તથા ગત્ત 10 વર્ષો દરમિયાન અધિગ્રહણ જમીન અંગે સમસ્ત જાણકારીઓ પ્રકાશિત કરવા માટેનાં આદેશનું પાલન કરવામાં આવે છે. એવું નથી કે એવું કરવાથી સંબંધિત અધિકારીની અવગણનાં કરવા બદલ દંડ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 19, જુલાઇ,2011નાં રોજ હાઇકોર્ટનાં પતવારી ગામની 589 હેક્ટરની જમીનનાં અધિગ્રહણનો રદ્દ કરી દીધા હતા. કોર્ટે તે સમયે યૂપી સરકારની આકરી ઝાટકણી કાઢતા ખેડૂતોની જીમન પાછી આપવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો. પોતાનાં તે આદેશમાં કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જો એક મહિનામાં ખેડૂતોને તેમની જમીન પાછી નહી લેવામાં આવે તો યૂપી સરકાર અને ગ્રેટર નોએડા ઓથોરિટીનાં અધિકારીઓને કોર્ટની અવગણનાનાં દોષીત માનતા તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

You might also like