અલવિદા! ગૂગલ, હવે આવ્યું આલ્ફાબેટ..

નવી દિલ્હી :  સર્ચ એન્જિન ગૂગલની પેરન્ટ કંપની ગૂગલ ઇન્કનું નામ બદલી હવે આલ્ફાબેટ ઇન્ક કરવામાં આવ્યું છે. શુક્રવારે અમેરિકાના બજારમાં ગૂંગલની જગ્યા આલ્ફાબેટે લઇ લીધી છે. હવે આ કંપની ગૂગલ હાઉસનું સર્ચે એન્ડ વેબ, એડવર્ટાઇજિંગ બિઝનેસ, મેપ્સ, યૂટયુબ અને ડ્રાઇવરલેસ ગૂગલ કારનો બિઝનેસ સંભળાશે. ગૂગલના કલાસ એ અને સીના શેર ફણ આલ્ફાબેટ ક્લાસ એ અને સી ના શેરમાં બદલી નાંખવામાં આવશે. સોમવારથી અમેરિકાના નાસડેક શેર માર્કેટમાં આલ્ફાબેટના નામથી વેપાર કરશે. આ નવા નામ સાથે ગૂગલ પોતાની સૌથી લોકપ્રિય સેવાને શરૂ રાખશે જેમાં ઇન્ટરનેટ સર્ચ, એપ, યુટયુબ અને એન્ડ્રોઇન્ડનો સમાવેશ થાય છે. તે સિવાય આલ્ફાબેટ સાથે ઘણી નવી વસ્તુ પણ જોડાશે જેમાં રોકાણ, સંશોધન એકમો, સ્માર્ટ-હોમ યુનિટ નેસ્ટ અને ડ્રોન શાખાનો સમાવેશ થાય છે.  જો કે ગૂગલના પ્રતિકાત્મક ચિન્હમાં કોઇ ફેરફાર કરાશે નહીં. કંપનીએ ઓગસ્ટમાં પોતાના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. કંપની અનુસાર તેનો કોર બિઝનેસ ગૂગલના નામેથી જ ચાલશે, પરંતુ તે આલ્ફાબેટની સહાયક કંપની હશે. ભારતીય મૂળના સુંદર પિચાઇ કંપનીના સીઇઓ બન્યા રહેશે. 

You might also like