અર્થશાસ્ત્રીઓની અછતે નીતિ નિર્ધારણ ઉપર અસર

મુંબઇઃ દેશમાં સારા અર્થશાસ્ત્રીની કમી છે તે સંબંધે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે દેશમાં સારા અર્થશાસ્ત્રીઓની અછતના કારણે નીતિ નિર્ધારણ ઉપર અસર થઇ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં ‘ટેલેન્ટેડ ઇકોનોમિસ્ટ’ ખૂબ જ ઓછા છે, જેને હું દૈનિક કામકાજમાં અનુભવું છું. દેશનાં મુખ્ય શહેરો દિલ્હી, મુંબઇ તથા અન્ય અગ્રણી દેશોમાં તેની ખૂબ જરૂરિયાત છે. યોગ્ય નીતિઓ માટે સારા અર્થશાસ્ત્રીઓની જરૂરિયાત ઉપર ભાર મૂકતાં આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને વધુમાં જણાવ્યું કે સારા અર્થશાસ્ત્રીના અભાવે નીતિમાં અમલીકરણ બાબતે પણ અડચણો અને મુશ્કેલી ઊભી થાય છે.
You might also like