અરબાઝ મારા જીવનની તાકાત છેઃ મલાઈકા

બોલિવૂડની લોકપ્રિય અાઈટમ ગર્લ અને નિર્માત્રી મલાઈકા અરોરાખાન તેના પતિ અરબાઝખાનને તેની જિંદગીની સૌથી તાકાતવાર વ્યક્તિ ગણાવતાં કહે છે કે અરબાઝ મારા માટે માર્ગદર્શક તેમજ જિંદગી જીવવાની પ્રેરણા અને મારી જિંદગીની સૌથી મોટી તાકાત છે. જિંદગીમાં જેટલા પણ ચઢાવ-ઉતાર અાવ્યા છે તેમાં તે હંમેશાં મારી સાથે રહ્યો છે. તે મને સારી રીતે સમજી શકે છે, એટલું તો હંુ પણ ખુદને સમજતી નથી. તે જમીન સાથે જોડાયેલી વ્યક્તિ છે.

દુનિયામાં પોતે સૌથી વધુ પ્રેમ મલાઈકા પુત્ર અરહાન, અરબાઝ અને બહેન અમૃતાને કરે છે. અરબાઝ અને સલીમ સાહેબ વચ્ચે શું સામ્યતા છે તે સવાલના જવાબમાં મલાઈકા કહે છે કે તે બંને બિલકુલ એક જેવા છે. વાત તેમની પસંદની હોય કે ના પસંદની. જિંદગી અંગેના તેમના વિચારો એકસમાન છે. બંને બહુ બુદ્ધિશાળી અને વિચારશીલ છે, બંનેને ક્રિકેટ સાથે ખૂબ જ પ્રેમ છે. અરબાઝ બિલકુલ પોતાના પિતાનું પ્રતિબિંબ છે. 

અરબાઝના પરિવારમાં તેનું સૌથી પ્રિય ફેમિલી મેમ્બર કોણ છે તે સવાલના જવાબમાં મલાઈકા કહે છે કે સોહેલખાન મારી ફેવરિટ વ્યક્તિ છે, હું અા ઘરમાં અાવી ત્યારથી જ તે મને પસંદ છે. મેં અા ઘરમાં પહેલી વાર પગ મૂક્યો ત્યારે સોહેલને મેં સૌથી પહેલાં જોયો હતો. તેનામાં કોઈ પ્રકારનું બનાવટીપણું નથી.  જો તમે અમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને તેના ફેવરિટ ફેમિલી મેમ્બર અંગે પૂછશો તો બધાં સોહેલનું જ નામ અાપશે. 

You might also like