અમ્મા કેન્ટીને અઢી વર્ષમાં ર૪ કરોડ ઈડલીનું વેચાણ કર્યું

ચેન્નઇઃ ચેન્નઇમાં અમ્મા કેન્ટીન દ્વારા છેલ્લા અઢી વર્ષમાં ર૪.૦૧ કરોડ ઇડલી, ૧૦.૩૧ કરોડ રોટલી અને ૯.૭૯ કરોડ પુલાવની પ્લેટનું વેચાણ કરવામાં આવ્યું છે. વેચાણના આ આંકડા અમ્મા કેન્ટીન લોન્ચ થઇ ત્યારથી ઓગસ્ટ-ર૦૧પ સુધીના છે.  તામિલનાડુ સરકારે ફેબ્રુઆરી-ર૦૧૩માં અમ્મા કેન્ટીન શરૂ કરી હતી. ચેન્નઇમાં શરૂઆતમાં માત્ર ૧પ અમ્મા કેન્ટીન હતી અને હવે તેની સંખ્યા વધીને રપર થઇ ગઇ છે. જયલલિતા સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ માત્ર એક રૂપિયામાં ઇડલી, માત્ર પાંચ રૂપિયામાં પોંગલ અને પુલાવની પ્લેટ અને દાળ અને બે રોટી માત્ર ત્રણ રૂપિયામાં મળે છે. આમ, કેન્ટીને અત્યાર સુધી રૂ.૧૦૩.૮૯ કરોડનું વેચાણ કર્યું છે.સરકારે ચેન્નઇની સાત સરકારી હોસ્પિટલ અને પ્રત્યેક વોર્ડમાં અમ્મા કેન્ટીન ખોલી છે. અમ્મા કેન્ટીનની વિશિષ્ટતા એ છે કે તેમાં સ્વાવલંબી ગ્રૂપની પ,૦૦૦ જેટલી મહિલાઓ કામ કરે છે. આ મહિલાઅો જાતે રસોઇ બનાવે છે, પીરસે છે અને કેન્ટીનનું સંચાલન જાતે કરે છે. આ કેન્ટીનના રોજના ત્રણ લાખ ગ્રાહકો છે. ચેન્નઇ કોર્પોરેશન કેન્ટીનના સંચાલન માટે વર્ષે રૂ.૯૦ કરોડ ખર્ચે છે અને દર વર્ષે તેનું બજેટ વધતું જાય છે. ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટમાં કાપ મૂકીને અમ્મા કેન્ટીનનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. 
You might also like