અમે સિરીઝમાં વાપસીનો જોરદાર પ્લાન બનાવી લીધો છેઃ રોહિત શર્મા

કટકઃ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી સદી એળે જવાથી નિરાશ રોહિત શર્માએ કહ્યું કે ત્રણ મેચની શ્રેણીમાં બની રહેવા માટે અમારી ટીમ આજે બીજી મેચમાં જોરદાર વળતો હુમલો કરશે. રોહિતની ૧૦૬ રનની ઇનિંગ્સની મદદથી ભારતે પાંચ વિકેટે ૧૯૯ રન બનાવ્યા હતા, પરંતુ દક્ષિણ આફ્રિકાએ ધર્મશાલામાં રમાયેલી પહેલી ટી-૨૦ મેચમાં ભારતને સાત વિકેટે પરાજય આપીને શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી.

રોહિતે બીજી ટી-૨૦ મેચની પૂર્વસંધ્યાએ કહ્યું, ”એ એક સારી ઇનિંગ્સ હતી, પરંતુ અમે મેચ હારી ગયા. હું ઘણો નિરાશ છું, પરંતુ મને વિશ્વાસ છે કે અમે મજબૂત વાપસી કરીશું. ટીમના અન્ય ખેલાડીઓ પણ પહેલી મેચના પરિણામ પછી કંઈક શીખશે. અમારે ઘણી ચીજો સારી કરવી પડશે, પછી એ બેટિંગ હોય કે બોલિંગ, અમારે વળતો હુમલો કરવો જ પડશે.”

You might also like