અમેરિકી સેનાનો ઈરાક અને સીરિયામાં ISના સ્થળો પર હુમલો

વોશિંગ્ટન : ઈરાક અને સીરિયામાં આતંકવાદી સંગઠન આઈ.એસ.ના આશ્રયસ્થાનોને ફરી એક વખત લક્ષ્ય બનાવીને અમેરિકા અને તેના સહયોગી દેશોએ ૨૫ હવાઈ હુમલા કર્યા હતાં. આતંકવાદીઓ વિરુધ્ધ અભિયાન ચલાવી રહેલા સંયુક્ત કાર્યદળે જણાવ્યું હતું કે, ઈરાકમાં ગઈકાલે કરાયેલા હવાઈ હુમલામાં તુજ, કિરકુક, મોસુલ, રમાદી અને અન્ય જગ્યાઓએ આઈએસના આશ્રયસ્થળોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતાં.

 

આ હુમલામાં આઈએસના વ્યૂહાત્મક એકમો, નિરીક્ષણ વિસ્તાર, નિયંત્રણ સ્થળની સાથે વાહનો અને પાયાગત માળખાઓનો નાશ કરવામાં આવ્યો હતો. કાર્યદળના જણાવ્યા મુજબ સીરિયામાં અબુકમાલની પાસે આઈ.એસ.ના ક્રૂડ ઓઈલના સંગ્રહસ્થાનને લક્ષ્ય બનાવીને બે હવાઈ હુમલા કરાયા હતાં. અન્ય એક હુમલામાં અલ હસાકામાં આઈએસના વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું.

You might also like