અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાએ ખુશ થઈને બાળકોને તાલે તાલ મિલાવ્યા 

અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા હાલમાં અમેરિકાના બર્ફિલા પ્રદેશ એવા અલાસ્કાની સફરે છે ત્યા તેમણે એક સ્કૂલની મુલાકાત લીધી ત્યાની ડિલિંગમ સ્કૂલના ટાબરિયાંઓને ત્યાનો પરંપરાગત યુિપક ડાન્સ કરતા નિહાળ્યા એમા તેમને એવી મજા પડી ગઈ કે તેઓ જાતે ઉભા થઈને બાળકો સાથે ડાન્સમાં જોડાઈ ગયા. આ ટૂરમાં ઓબામાના ઘણાં નવાં રૂપ જોવા મળ્યાં તેઓ એક માછીમાર એરિયામાં ગયા અને તેમણે એક માછલી પણ પકડી બતાવી. ત્યાં તેમણે હાેજમાં ગલુડિયું પકડીને રમાડ્યું અને કેટલાક સેલ્ફી પણ લીધા.

You might also like