અમેરિકાના થિયેટરમાં નકલી બંદૂક-કુહાડીથી હુમલો

ન્યૂયોર્કઃ અમેરિકન રાજ્ય ટેનિસીના પાટનગર નેસવિલેમાં એક હુમલાખોરે એક મૂવી થિયેટર પર હુમલો કરીને ત્રણ લોકોને ઘાયલ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર પાસે એક નકલી પિસ્તોલ અને કુહાડી મળી આવી હતી. હુમલા વખતે થિયેટરમાં કુલ સાત લોકો હાજર હતા. તેમણે લોકો પર પેપર સ્પ્રેથી હુમલો કર્યો હતો. પાછળથી સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિસ (સ્વેટ) ટીમે આ હુમલાખોરને ઢાળી દીધો હતો.આ ઘટના કારમાઈક હિકરી ૮ મૂવી કોમ્પ્લેક્સની છે, જ્યાં ”મેડ મેક્સઃ ફ્યુરી રોડ” પિક્ચર બતાવવામાં આવી રહ્યું હતું. નેસવિલે ફાયર ડિપાર્ટમેન્ટના પબ્લિક એફેર ઓફિસર બ્રાઉન હેસે જણાવ્યું હતું કે બે મહિલાઓ પર પેપર સ્પ્રેથી હુમલો કરવામાં આવ્યો હતો અને એક વ્યક્તિ પર કુહાડીથી હુમલો કરાયો હતો.  હુમલાખોરે સર્જિકલ માસ્ક પહેર્યો હતો. ઠાર મારવામાં આવેલા આ હુમલાખોરની ઓળખ ૨૯ વર્ષના વિન્સેટ ડેવિડ મોટાનો તરીકે થઈ હતી. પોલીસે તેની તસવીર પણ જારી કરી છે. ફિંગર પ્રિન્ટના આધારે તેની ઓળખ કરવામાં આવી છે.થિયેટરમાં હાજર પ્રેક્ષકોએ જણાવ્યું હતું કે હુમલાખોર પાસે અસલી બંદૂક છે અને તેમને પોલીસને તુરત જાણ કરી હતી. વાસ્તવમાં હુમલાખોર પાસે છરાવાળી નકલી બંદૂક હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોર પાસે બે બેગ પેક્સ હતા, જેમાં એકમાં નકલી બોમ્બ હતો. હુમલાખોર માનસિક રીતે બીમાર હોવાનું અને ચાર વખત આત્મહત્યાના પ્રયાસ કરી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે.
You might also like