અમેરિકન અેર લાઈન્સના પાઈલટનું ચાલુ વિમાનમાં મોત

નવી દિલ્હીઃ  ફિનિકસથી બાેસ્ટન જઈ રહેલા અમેરિકન અેર લાઈન્સના અેક પાઈલટનું ચાલુ વિમાન દરમિયાન માેત થયું હતું. આ ઘટના બાદ મૃતક પાઈલટના સહાયક પાઈલટે ફલાઈટને કંટ્રાેલમાં લીધી હતી. અને વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું.  અેરક્રાફ્ટ, અેરબસ ૩૨૦માં ૧૪૭ યાત્રિકા અને પાંચ ક્રૂ મેમ્બર બેઠા હતા. પાઈલટનું આકસ્મિક માેત થયા બાદ વિમાનને ન્યૂયાેર્કના અેરપાેર્ટ પર ઉતારવામાં આવ્યું હતુ.

અમેરિકન અેરલાઈન્સે આ અંગે અેક નિવેદનમાં જણાવ્યું હતુ કે કમનસીબે આ ઘટનામાં અમારા પાઈલટનું માેત થયુ છે. અમે આ ઘટનાથી ખૂબજ દુઃખી છીઅે. અમે અમારા પાઈલટના પારિવારની સંભાળ માટે ધ્યાન આપી રહ્યા છીઅે. જાેકે અેરલાઈન્સે પાઈલટના માેત અંગે વધુ માહિતી  આપી નથી.

You might also like